રાજકોટ
News of Saturday, 20th February 2021

રૈયાધાર પાસે મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ છ પકડાયા

યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ બે મહિલા સહિત ૬ની ધરપકડ

રાજકોટ તા. ર૦ : રૈયાધાર રાણીમાં રૂડીમાં પાસે ૧૩ માળીયા કવાટરની પાછળ યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે મહિલાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયાધાર રાણીમાં રૂડીમાં મંદીર પાસે ૧૩ માળીયા કવાટર પાછળ એક મહિલા મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે પી.આઇ.એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.જાડેજા, હેડ કોન્સ રાજેશભાઇ, હરપાલસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, કુષ્ણદેવસિંહ, જેન્તીગીરી મુકેશભાઇ, અજયભાઇ, બ્રીજરાજસિંહ સહિતે મકાનમાં દરોડો પાડી મકાન માલીક કમળાબેન લખમણભાઇ પરમાર, રૈયાધાર દ્વારકેશ પાર્કની પાછળ રહેતા જયાબેન બળવંતભાઇ વેગડા, રાજીબેન ડુંગરભાઇ ડાભી, જયતી જગજીવનભાઇ જાદવ, અજીત નાગરભાઇ રાઠોડ અને કરશન પરસોતમભાઇ ચૌહાણને જુગાર રમતા પકડી લઇ રૂ.૪પર૦ ની રોકડ સહિતનીમતા કબ્જે કરી હતી.

(3:40 pm IST)