રાજકોટ
News of Saturday, 20th February 2021

કાલે વિજયભાઇ રાજકોટમાં મતદાન કરશે : વજુભાઇ પણ આવે છે

મુખ્યમંત્રીને કોરોના હોઇ તેમણે બોર્ડ નં. ૧૦ ના આર.ઓ. સુનિલ ચૌધરી પાસે રજીસ્ટ્રેશન કરાવ્યું : વિજયભાઇ સાંજે ૬ વાગ્યે મતદાન કરશે : વજુભાઇવાળા બપોરે ર વાગ્યે મતદાન કરશે : કલેકટર સવારે ૭ વાગ્યે : મ્યુ.કમિશ્નર સવારે ૮ વાગ્યે વોટ આપશે : મુખ્યમંત્રી વોટીંગ કરવાના હોય અનિલ જ્ઞાન મંદિર - મતદાન મથક ઉપર જડબેસલાક પોલીસ બંદોબસ્ત : સામાન્ય લોકો પણ સાથોસાથ વોટીંગ કરી શકશે

રાજકોટ, તા. ર૦ :  રાજકોટ મહાનરગપાલિકા ચૂંટણીમાં કાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી-કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળા તથા અન્ય મહાનુભાવો હાઇલેવલ અધિકારીઓ પણ મતદાન કરનાર છે.

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હાલ આઇલ્ડ કોરોના પોઝીટીવ છે., હોમ સાઇસોલેશન છે. દરમિયાન તેમનું મતદાર યાદીમાં નામ વોર્ડ નં. ૧૦માં હોય તેઓ કાલે રાજકોટ આવી રહ્યા છે અને સાંજે પ થી ૬ દરમિયાન અનિલ જ્ઞાન મંદિર-હનુમાનમઢી ચોક ખાતે પીપીઇ કીટ પહેરી સાંજે ૬ વાગ્યા આસપાસ મતદાન કરશે, તેમનો ડીટેઇલ કાર્યક્રમ હજુ જાહેર થયો નથી, આ કાર્યક્રમ હવે આવશે, પણ તેઓ સંભવતઃ કાલે આવી રહ્યાનું કલેકટર તંત્ર નોંધી રહ્યું છે, વિજયભાઇ ઉપરોકત મતદાન મથકમાં મતદાન કરશે ત્યારે તે સમયે સામાન્ય મતદારો મતદાન કરવા આવ્યા હશે તો તેઓ પણ મતદાન કરી શકશે, તેમાં પોલીસ અડચણરૂપ ન બને તે જોવા તંત્ર દ્વારા તાકિદ કરી છે.

વિજયભાઇએ આજે સવારે મતદાન સંદર્ભે રાજય ચૂંટણી પંચના કોરોના પોઝીટીવ દર્દીઓ માટે બનેલા નિયમો મુજબ વોર્ડ નં. ૧૦ના રીર્ટનીંગ ઓફીસર શ્રી સુનિલ ચૌધરી સમક્ષ રજીસ્ટેશન કરાવ્યું છે, શારીરિક રીતે સ્વસ્થ હોવાનું ડોકટરનું સર્ટીફીકેટ પણ જાહેર કર્યુ છે.

દરમિયાન કાલે કર્ણાટકના રાજયપાલ અને વોર્ડ નં. ૮માં મતદાર યાદીમાં નામ છે તેવા શ્રી વજુભાઇ વાળા પણ આવતીકાલે બપોરે ૧ વાગ્યે રાજકોટ આવી રહ્યા છે, તેઓ બપોરે ર વાગ્યે હરીહર સોસાયટી રૂમ નં. ૧ ખાતે મતદાન કરશે, આ સંદર્ભે આર.ઓ. શ્રી પૂજા બાવડા દ્વારા કાર્યવાહી થઇ રહી છે.

આ ઉપરાંત રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહન કાલે સવારે ૯ વાગ્યે કોઠી કમ્પાઉન્ડમાં આવેલ શીશુમંદિર પ્રાથમિક શાળા મતદાન મથકે મતદાન કરશે, તો મ્યુ. કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ કાલે સવારે ૧૦ વાગ્યે રાષ્ટ્રીય શાળા પાસે આવેલ રાજકોટ મ્યુ. કોર્પોરેટશન શાળા નં. ૧૧ શ્રી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરશે.

આ ઉપરાંત એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા કાલે સવારે ૮ વાગ્યે રૈયા રોડ ઉપર આવેલ મતદાન મથકમાં મતદાન કરશે.

(3:30 pm IST)