રાજકોટ
News of Saturday, 20th February 2021

ધર્મેશ વાઢેરને મૈત્રી કરારથી સાથે રહેતી યુવતિએ છરી ઝીંકીઃ હાથમાં ગંભીર ઇજા

કોઠારીયા આણંદપરના યુવાનને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયોઃ પૈસા માટે ઝઘડો

રાજકોટ તા. ૨૦: કુવાડવાના કોઠારીયા આણંદપરમાં રહેતાં અને ખેત મજૂરી કરતાં ધર્મેશ ચંદુભાઇ વાઢેર (ઉ.વ.૨૫)ને મૈત્રી કરારથી સાથે રહેતી રામી ગગુભાઇ ગોગલા નામની યુવતિએ ઝઘડો કરી હાથમાં છરીથો ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલમાં સારવાર અપાવી ઓપરેશન માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ધર્મેશને રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. હમીરભાઇ સબાડે ધર્મેશની ફરિયાદ પરથી રામી સામે ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી. ધર્મેશે મુળ દ્વારકા પંથકની રામી સાથે મૈત્રી કરાર કર્યા છે. બંને કોઠારીયાની સીમમાં ધર્મેશની વાડીમાં રહેતાં હતાં. સાંજે રામીએ વાપરવા માટે પાંચ હજાર રૂપિયા માંગતા ધર્મેશે આટલા પૈસા હમણા પોતાની પાસે નથી, પછી આપશે તેમ કહેતાં ઝઘડો થતાં રામીએ છરીનો ઘા ધર્મેશના હાથમાં ઝંીંકી દેતાં ગંભીર ઇજા થઇ હતી.  ધર્મેશના માતા હયાત નથી. તે બે ભાઇમાં મોટો છે. પિતાની તબિયત પણ બરાબર રહેતી ન હોઇ તે ઘરનો આધારસ્તંભ છે.

(11:45 am IST)