રાજકોટ
News of Thursday, 20th February 2020

આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જતી રાજકોટની ટીમ

રાજકોટ : ગુજરાત રાજયમાં દર વર્ષે સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ વર્ષે ર૯ મી ટુર્નામેન્ટ નવસારી જિલ્લા પંચાયતના યજમાન પદે યોજવામાં આવી છે.  આ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત રાજકોટની ટીમ પણ ભાગ લેવા જઇ રહી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસીયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામદેવસિંહ ગોહીલ તથા વિનય માંડલીયાએ ટીમને પ્રોત્સાહીત કરી શુભકામના પાઠવી હતી.

(4:07 pm IST)