રાજકોટ
News of Thursday, 20th February 2020

કાલે ચમત્કારીક હનુમાનજી મંદિરે મહાશિવરાત્રી ઉત્સવઃ આરતી- પ્રસાદ- ભાંગ વિતરણ

શનિવારે સુંદરકાંડ પાઠ- હવન- દાંતના રોગો માટે ફ્રી નિદાન સાથે રકતદાન કેમ્પ

રાજકોટ,તા.૨૦ : અહિંના કાલાવડ રોડ ઉપર આવેલ ચમત્કારીક હનુમાનજી મંદીરે કાલે શુક્રવારે તા.૨૧ના મહાશિવરાત્રી ભવ્ય મહોત્સવનું મંદીર કમીટી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેમાં બપોરની આરતી બાદ ભાંગ પ્રસાદ વિતરણ તથા સાંજે ૭ કલાકે ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

આ ઉપરાંૅત તા.૨૨ના શનિવારે શનેશ્વર અમાસના શનિવારે કથાકાર સંજયભાઈ ભટ્ટ તથા તેના ગ્રુપ દ્વારા સાંજના ૫ થી ૮ સંગીતમય સુંદરકાંડ તેમજ હવનનું આયોજન કરવામાં આવેલ છે. સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદ રાખેલ છે. તેમજ વિનામૂલ્યે ડેન્ટલ નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ડો.આશીષ છજલાણી જૈન, એમ.ડી.એસ. તથા ડો.ચાર્મી પાટલીયા છજલાણી, બી.ડી.એસ.પી.જી.ઓ. ડેન્ટલ સર્જનો ફ્રીમાં સેવા આપશે. સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.

તસ્વીરમાં ચમત્કારી હનુમાનજી મંદિર કમીટીના પ્રમુખ શ્રી બળવંતસિંહ રાઠોડ (એડવોકેટ), ખજાનચી- શ્રી ઘનશ્યામભાઈ એલ.ભટ્ટ, પુજારી શ્રી ગીરીબાપુ, મંદિર સંચાલક શ્રી આશીષભાઈ એચ.ગોહેલ, જીતુભાઈ ચંદારાણા, કમીટી મેમ્બરો શ્રી ધર્મેન્દ્ર ભગત, શ્રી નિરૂભા વાઘેલા, શ્રી બહાદુરસિંહ ઝાલા (એડવોકેટ), શ્રી જયેશભાઈ માલવી, શ્રી વિજયભાઈ પાટડલિયા અને શ્રી રાજુભાઈ ગાંધી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:33 pm IST)