રાજકોટ જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના નવા ચેરમેન વિનુભાઇ ધડુકનું સાણથલીમાં સન્માન
રાજકોટઃ શ્રી આરૂણી શૈક્ષણિક સંકુલ - સાણથલી ના મેનેજમેન્ટ તરફથી રાજકોટ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા વિનુભાઈ ધડુકની જિલ્લા પંચાયતમાં સહકાર ઉત્પાદન અને સિંચાઇ સમિતિના અધ્યક્ષ તરીકે વરણી થતાં રૂપે સન્માનપત્ર ,પુષ્પગુચ્છ આપી આરૂણી સંકુલના ટ્રસ્ટીઓ ડો. મુકેશભાઈ ખુંટ , ડો. નિલેશભાઈ રામાણી , અંકિતભાઈ ધડુક , હિતેશભાઈ ધડુક, હાર્દિકભાઈ ધડુક એ સન્માન કરેલ. જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ છગનભાઈ વોરા, ગ્રામ પંચાયતના ઙ્ગસરપંચ શ્રી હસુખભાઈ ધડુકનું પણ સન્માન કરવામાં આવેલ તેમજ વિનુભાઈ ધડુક એ આરુણી શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા બાળકોને થીયરી અને પ્રેકટીલ પ્રવુતિ ની વાત કરી અને શાળા વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાડવી હતી.આ વિસ્તારનાં જિલ્લા પંચાયત સભ્ય તરીકે વિનુભાઇ સતત સક્રીય રહ્યા છે.