રાજકોટ
News of Tuesday, 20th February 2018

ગોંડલમાં ગર્ભવતી મહિલાઓ માટે નિઃશુલ્ક યોગ શિબિર

શુક્ર, શનિ, રવિ ત્રિદિવસીય આયોજન : ગાયત્રી પરિવાર દ્વારા ગર્ભસંસ્કાર યજ્ઞ : પતંજલીનું સ્લોગન યોગ કરો... રોજ કરો... નિરોગી રહો... : ૧ હજાર બહેનો જોડાશે

રાજકોટ, તા. ૨૦ : પતંજલી યોગ દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે ત્રિદિવસીય નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક હજાર જેટલી બહેનો ભાગ લેનાર છે. આ સાથે વિવિધ સંસ્થઓ પણ જોડાશે.

આ યોગ અને ધ્યાન શિબિરની વધુ માહિતી આપતા પતંજલી યોગ અને ભારત સ્વાભિમાન ગુજરાત રાજય પ્રભારી અને માર્ગદર્શક શ્રી લક્ષ્મણભાઈ પટેલએ અખબારી યાદીમાં જણાવેલ છે કે માત્ર ગર્ભવતી મહિલાઓ માટે જ નિઃશુલ્ક યોગ શિબિર બીજુ સેશન તા.૨૩ થી ૨૫ ફેબ્રુઆરી (શુક્ર,શનિ, રવિ) સાંજે ૪:૩૦ થી ૬ સ્થળ - રાજ શૃંગાર પાર્ટી પ્લોટ વછેરાનો વાળો, અલખના ચબુતરા પાસે, ગોંડલ. માત્ર ગર્ભવતી મહિલાઓ માટે જ (બીજા બધા માટે નો એન્ટ્રી) રહેશે.

ઉજ્જવળ ભારતના ભાવિ ધરોહર ગર્ભસ્થ બાળક અને માતા તંદુરસ્ત, પીડારહિત પ્રસુતિ આવનાર બાળક તેજસ્વી, તંદુરસ્ત અને આયુષ્યમાન બને તે માટેના યોગાસનો, પ્રાણાયામની તાલીમ પતંજલી સંસ્થાન પ્રશિક્ષિત યોગ ગુરૂ શ્રીમતી રેણુકાબેન શુકલ પોતાની આગવી શૈલીમાં માર્ગદર્શન આપશે તો આ ગર્ભવતી બહેનો માટે લાભકર્તા અને ઉપયોગી શિબિરમાં માત્ર ગર્ભવતી બહેનોને જ ભાગ લેવા જાહેર નિમંત્રણ તેમજ તા.૨૫ના સાંજે ૫:૩૦ કલાકે ગાયત્રી પરીવાર દ્વારા ગર્ભસંસ્કાર યજ્ઞનું વિશિષ્ટ આયોજન થયુ છે.

યોગ ગુરૂ શ્રી કિશોરભાઈ પઢીયાર એકયુપ્રેસર તથા ધરેલુ ઉપચારના નિષ્ણાંત પોતાની સેવા આપશે. આ યોગ અને ધ્યાન શિબિરમાં યોગ કરીયે અને કરાવીએ. મેળાવીએ આંગળી ચિંધ્યાનું પૂણ્ય કમાઓ. બે કલાક સવારમાં પોતાના જ માટે કરો યોગ - દિવસભર અનુભવો સફળ કર્મયોગનું સૂત્ર રાખવામાં આવ્યુ છે.

આ ધ્યાન અને યોગ શિબિર તથા ગર્ભવતી મહિલાઓ માટે વિશિષ્ટ યોગ શિબિરની સફળતા માટે પતંજલી યોગ પીઠ સંસ્થાન રાજય મહિલા સમિતિ સંરક્ષક નિલમબેન એન. પટેલ ભારત સ્વાભીમાન ન્યાસ જીલ્લા / તાલુકા પ્રભારી હિતેષભાઈ દવે, કોષાધ્યક્ષ નિલેશભાઈ એલ. પટેલ, ચંદુભાઈ ખાનપરા, નટવરસિંહ ચૌહાણ, નવતમભાઈ ઢોલ, યુવા ભારત પ્રભારી ભાવિકભાઈ ખુંટ, શૈલેષભાઈ સોજીત્રા, રજનીભાઈ વાછાણી, પ્રવિણભાઈ ઓ. રૈયાણી, જશ્મીન લીલા, પ્રભુદાસભાઈ મણવર, હિતેન્દ્રભાઈ મારવણીયા, દિવ્યેશભાઈ, દિવ્યેશભાઈ માલવીયા, કિશોરભાઈ દાવડા, લીગલ સેલ પ્ર.શ્રી મનોજભાઈ દવે, પતંજલી મહિલા સમિતિ પ્રભારી શ્રીમતી જયાભા પરમાર રેખાબેન સી. ધડુક, શિલ્પાબેન ભુવા, કિરણબેન ભીંડા, ચેતનાબેન રૈયાણી, વિજયાબેન પડારીયા, શીતલબેન પારખીયા, ઉર્વીબેન ત્રાડા, નયનાબેન ગોસ્વામી, રેખાબેન દૂસરા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી માટે ફોન (૦૨૮૨૫) ૨૨૧૯૬૬ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં ગુજરાત રાજય પ્રભારી શ્રી લક્ષ્મણભાઈ પટેલ, પતંજલી જીલ્લા પ્રભારી શ્રી નટવરસિંહ ચૌહાણ, યોગગુરૂ કિશોરભાઈ પઢીયાર, ભા. સ્વાભિમાન તાલુકા પ્રભારી હિતેશભાઈ દવે, યુવા પ્રભારી ભાવિકભાઈ ખુંટ, તાલુકા મહિલા પ્રભારી રેખાબેન સી. ધડુક, યોગશિક્ષકો કિરણબેન ભીંડા, શિલ્પાબેન ભુવા, પદ્માબેન રાચ્છ, જયોતિબેન પરમાર, મમતાબેન ગુપ્તા, પ્રભુદાસભાઈ મણવર, નીતિનભાઈ કેસરીયા, હર્ષદભાઈ યાજ્ઞિક નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(12:26 pm IST)