રાજકોટ
News of Thursday, 20th January 2022

ગાય માટેના લીલુ ઘાસ-સુકુઘાસ-ખોળ-ભુસુમાં બેફામ ભાવ વધારોઃ કલેકટરને રજુઆત

તાકિદે ભાવ વાધારો પાછો ખેચોઃ નહી તો દુધની ચેનલ અટકાવી દેવાશે

ગાય માટેના ઘાસ-ખોળ-ભુસુમાં બેફામ ભાવ વધારાનો આજે અનેક ગ્રુપોએ વિરોધ વ્‍યકત કરી કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ર૦ : શહેરના વિવિધ ગ્રુપોએ કલકેટરને આવેદન પાઠવી ગૌમાતાની સેવા કરતા લોકોની મુશ્‍કેલી અંગે રજુઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ હતું કે રાજયમાં એક મોટો વર્ગ ગૌમાતાની સેવાચાકરી કરે છે અને તેના પરિવારનું પણ ભારણ પોષણ કરે છે. આ વર્ગ ઓે છે કે તેણે કયારેય આ વસ્‍તુનો લાભ નથી ઉઠાવ્‍યા. કોરોનાની વિકટ પરિસ્‍થિતિમાં જયારે ર૦ રૂા. મળતા નારિયેળના રૂા. ૮૦ થી રૂા.૧૦૦ લેતા તેવીજ રીતે અન્‍ય વસ્‍તુઓના પણ ભાવ ૧૦ ગણા લેતા. ત્‍યારે આ વર્ગે રૂા. ૧નો પણ વધારો નથી. લીધો અને ઘરની પરિસ્‍થિતિ જોઇને પ થી ૬ મહીનાના દુધનો હિસાબ પણ નથી માંગ્‍યો.આવા વર્ગની હાલના સમયમાં પરિસ્‍થિતિ ખુબજ વિકટ બની ગઇ છે, ગૌમાતાની સેવા ચાકરી કરતો વર્ગ ઝઝૂમી રહ્યો છે, પોતાની સેવાના ચલાવવા માટે તેનું કારણ છે.લીલું ઘાસ જે રૂા. પ૦ થી રૂા. ૬૦ માં મણ હતું તે વધીને રૂા.૮૦ થી રૂા.૧ર૦ થઇ ગયું છે. સુકુ ઘાસ જે રૂા.૧પ૦ થી રૂા.૧૮૦ માં મણ હતું તે વધીને રૂા.રપ૦ થી રૂા.૩૦૦ થઇ ગયું છે. ખોળ  જે રૂા.૧૦૦૦ થી રૂા. ૧ર૦૦ પ૦ કિ.ગ્રા.હતું., હવે તે રૂા. ૧પ૦૦ થી રૂ. રર૦૦ સુધી થઇ ગયું છે.
ભુસું જે રૂા.૭૦૦ થી રૂા.૯૦૦ હતું તે વધીને રૂા.૧ર૦૦ થી રૂા.૧પ૦૦ થઇ ગયું છે.
ગૌમાતાના અપાતા ખોરાકના ભાવમાં મોટો વધારો થયો છે. સાથે પેટ્રોલ-ડીઝલ-ગેસનો ભાવ વધારો નિભાવ ખર્ચ અને આવકમાં મોટો તફાવત ઉભો થયો છે. તેની સામે દુધનો ભાવે જે છે તે કંઇપણ વધારો થયેલ નથી. ગૌમાતાની સેવા કરવી ખુબ જ મુશ્‍કેલ પડી રહી છે. આવક  છે  તેટલી જ જાવક છે અને સામે નિભાવ ખર્ચખૂબ જ વધી ગયો છે, આ ભાવ વધારો તાકીદે પાછો ખેચાય તેવી માંગણી છે, નહી તો દુધની સપ્‍લાય બંધ કરી ચેનલ તોડી નખાશે તેવી ચેતવણી ઉચ્‍ચારાઇ હતી, બાઇક ઉપર ચાલીને સુત્રોચ્‍ચાર સાથે આવેદન અપાયું હતું, આવેદન દેવામાં ભુરા ભગતના મેલડીમાં ગ્રુપ, કનૈયા ગ્રુપ, બડા બજરંગ ફાઉન્‍ડેશન, નાગરાજ યુવા ગ્રુપ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ વિગેરે જોડાયા હતા.

 

(3:20 pm IST)