રાજકોટ
News of Thursday, 20th January 2022

પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને ૭ મા પગારપંચનો લાભ અને તફાવત ચુકવાશે

રાજકોટ તા. ૨૦ : ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કામ કરતા કાયમી અધિકારી કર્મચારી તેમજ રોજમદાર કર્મચારીઓને સાતમા પગારપંચની તફાવતની રકમ અને રોજમદાર કર્મચારીઓને સાતમા પગારપંચમાં લાભ આપવામાં આવેલ ન હોવાથી આ બાબતે બોર્ડ યુનિયન દ્વારા વારંવાર સરકારમાં રજુઆત અને અંતે હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી.

જે સંદર્ભે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપી તમામ કર્મચારીઓને લાભ આપી દેવા ઓર્ડર કરાયો હતો. જેની અમલવારી ગુજરાત સરકાર અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા તા. ૧૩-૧-૨૦૨૧ ના પરિપત્રથી કરવામાં આવેલ છે. આમ પાણી પૂરવઠા બોર્ડમાં કામ કરતા ૪૪૨૯ કર્મચારીમાં સાતમાં પગારપંચના એરીયર્સ પેટે બાવન કરોડ રૂપિયા તેમજ રોજમદાર કર્મચારીમાં સાતમું પગાર પંચ તેમજ એરીયર્સની રૂ.૩૮ કરોડ ચુકવવા પરીપત્ર બહાર પડેલ હોવાનું તેમજ જે કર્મચારીએ કોર્ટમાં અરજી ન કરી હોય તેમને પણ આ લાભ આપવા ઠરાવ થયો હોવાનું કર્મચારી સંઘના સંગઠન મંત્રી સહદેવસિંહ એમ. જાડેજા (મો.૯૮૭૯૪ ૯૦૭૯૪) એ એક યાદીમાં જણાવેલ છે.

(2:51 pm IST)