રાજકોટ
News of Thursday, 20th January 2022

રાજકોટ એઇમ્સનાં વિવિધ વિભાગો માટે ધોરાજીનાં ત્રણ તબીબોનો પણ સમાવેશ

ડો. સ્પંદન, ડો. જય અને ડો. હાર્વીએ ધોરાજીનું ગોરવ વધાર્યુ

રાજકોટ તા. ૨૦: રાજકોટ એઈમ્સમાં ઓપીડી એટલે કે બાહ્ય રોગ વિભાગ શરૂ થયો, એ પેહલા વિવિધ વિભાગો માટે  ડોકટરોની ભરતી બહાર પાડવામાં આવી હતી. આ માટે દેશભરમાંથી સંખ્યાબંધ ડોકટરોએ અરજી કરેલ હતી. જેમના તબક્કાવાર ઈન્ટરવ્યુ લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં મુળ ધોરાજીના ત્રણ ડોકટરોનો પણ સમાવેશ થતાં ધોરાજીનું ગોૈરવ વધ્યું છે.

 ચામડી વિભાગમાં ડો. જય ધીરજલાલ મોઢા, રેડિયોલોજી વિભાગમાં ડો. સ્પંદન જયેશકુમાર છોટાઈ તથા માઇક્રોબાયોલોજી વિભાગમાં ડો. હાર્વી જીતેન્દ્રભાઈ આરદેસણા રેસીડેન્ટ ડોકટર તરીકે નિમણુંક પામ્યા છે.

આ ત્રણેય ડોકટરોએ પોતાનું શાળાકીય શિક્ષણ ધોરાજીની આદર્શ, કનેરિયા, અર્જુન, ડ્રીમ અને સાંદિપની જેવી શાળાઓમાંથી પ્રાપ્ત કર્યુ છે. આ સર્વે યુવા ડૉકટરોને એમનાં શિક્ષકો, વરિષ્ઠ ડોકટરો તથા તમામ ધોરાજીવાસીઓ અને રાજકોટ પીડીયુના જેડીયુ એસોસિએશને અભિનંદન પાઠવ્યા હતાં. આ તબિબોએ કહ્યું હતું કે કારકિર્દી જ નહીં, કોઈપણ વ્યકિતનાં સમગ્ર જીવનમાં એમનાં શિક્ષકોનો અમૂલ્ય ફાળો રહેતો હોય છે. અમે નસીબદાર છીએ કે અમને ધોરાજીના શૈક્ષણિક માહોલમાં અમારા શિક્ષકોનું ખૂબ જ સરસ માર્ગદર્શન મળ્યું, જેના કારણે અમે અહીં પહોંચી શકયા.

(11:05 am IST)