રાજકોટ
News of Wednesday, 20th January 2021

ભાજપે કમ્મરતોડ વેરા વસુલ્યા છતાં સુવિધામાં છેતરપીંડી : મોઢવાડિયા

વોર્ડ નં. ૮, ૯, ૧૦, ૧૧, ૧૬ અને ૧૭માં જન સંવાદ કાર્યક્રમમાં શાસકોની ઝાટકણી કાઢતા લલીત કગથરા, લલીત વસોયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, અશોક ડાંગર, ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રદિપ ત્રિવેદી, જશવંતસિંહ ભટ્ટી, ડો. દિનેશ ચોવટિયા, મિતુલ દોંગા, રહીમ સોરા સહિતના આગેવાનો

રાજકોટ તા. ૨૦ : કોંગ્રેસ દ્વારા દરેક વોર્ડમાં જનસંવાદ કાર્યક્રમ યોજી શાસક પક્ષ ભાજપ શાસનની ત્રુટીઓ પ્રજા સમક્ષ જાહેર કરવાના અભિયાન હેઠળ ગઇકાલે એકસાથે ૬ વોર્ડનો જનસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે મ.ન.પા.ના શાસકોએ પ્રજા પાસેથી કમ્મરતોડ વેરા વસુલી લીધા છે છતાં સુવિધા આપવામાં લોકો સાથે છેતરપીંડી કરી છે.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે કે આગામી રાજકોટ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આગામી માસાંતે યોજાનાર હોય તે અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ જન સંવાદ કાર્યક્રમ વોર્ડ નં.૮,૯,૧૦,૧૧,૧૬ અને ૧૭ માં તા.૧૯/૦૧/૨૦૨૧ના રોજ જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડના તમામ આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, સેકટર સંયોજકો, બુથ પ્રભારી, જનમીત્રો, સહિતના કોંગ્રેસ પરિવારના સભ્યોની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુવ પ્રમુખ અને વિધાનસભાના પૂર્વ વિપક્ષીનેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પડધરી-ટંકારાના ધારાસભ્ય શ્રી લલીતભાઈ કગથરા, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય શ્રી લલીતભાઈ વસોયા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, ગુજરાત કોંગ્રેસના સ્ટેટેજી કમિટી સભ્ય ડો.હેમાંગભાઈ વસાવડા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, મિતુલભાઇ દોંગા, દિનેશભાઈ ચોવટિયા, દિનેશભાઈ મકવાણા, રહીમભાઈ સોરા, સુરેશભાઈ બથવાર, ગોપાલભાઈ અનડકટ, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન નાથાભાઈ કિયાડા, પૂર્વ વિપક્ષી ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા, ગુજરાત NSUI ઉપપ્રમુખ સુરજ ડેર, મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, OBC વિભાગ ચેરમેન રાજુભાઈ આમરણયા, NSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, રોહિતસિંહ રાજપૂત, મુકુંદભાઈ ટાંક સોસીયલ મીડિયા સ્ટેટ કોઓર્ડીનેટર ભાર્ગવભાઈ પઢીયાર, રાજકોટ ચેરમેન અંકુર માવાણી, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હરસોડા, વસંતબેન માલવી, પારૂલબેન ડેર, વલ્લભભાઇ પરસાણા, રસીલાબેન ગરૈયા, ઘનશ્યામસિંહ જાડેજા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, આગેવાનો ચંદ્રકાંતભાઈ વાઘેલા, જીગ્નેશભાઈ જોશી, ભાવેશભાઈ ખાચરીયા, નયનભાઈ ભોરણીયા, મૌલેશભાઈ મકવાણા, વિભાભાઇ આહીર, અર્જુન ગુજરિયા, મનસુખભાઈ વેકરીયા, વિશાલ દોંગા, પ્રતિમાબેન વ્યાસ, કિંજલબેન જોશી, જલ્પેશ કલોલા, રાજુભાઈ ગોસ્વામી, અભિષેક તાળા, ડી.બી.ગોહિલ, જગદીશભાઈ ડોડીયા, પ્રવીણભાઈ કાકડિયા, મનીષભાઈ મકવાણા, પ્રકાશભાઈ વેજપરા, રાજુભાઈ ગરચર, રાજુભાઈ ફૌજી, નીલેશભાઈ ભાલોડી, ધીરૂભાઈ પટેલ, ધીરજ મુંગરા, મથુરભાઈ માલવી, સોનલબેન ભાલોડી, પ્રવીણભાઈ પરમાર, ભીખાભાઈ ગજેરા, સુરેશભાઈ ગરૈયા, લાલભાઈ હુંબલ, અનવરભાઈ ઓડિયા, પાંચાભાઈ વાજકાણી, સિકંદર સુમરા, ઈબ્રાહીમ સોરા, મનુભાઈ વિરાણી, રોજીનાબેન ઠેબા, પરસોતમભાઈ સગપરીયા, ભુપતસિંહ ઝાલા, શૈલેશભાઈ રુપપરા, રસિકભાઈ ભટ્ટ, શૈલેશભાઈ ટાંક, પ્રહલાદસિંહ ઝાલા, યોગેશભાઈ વ્યાસ, સવજીભાઈ ભંડેરી, યોગેશ પટેલ, વિમલ મુંગરા, કૌશિક દેવમુરારી, સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ વોર્ડ નં. ૮ પ્રમુખ મહેન્દ્રભાઈ શ્રીમાળી, વોર્ડ નં.૯ પ્રમુખ ગીરીસભાઇ ઘરસંડિયા, વોર્ડ નં.૧૦ પ્રમુખ દિનેશભાઈ પટોડીયા અને વોર્ડ નં.૧૧ પ્રમુખ કેતનભાઈ તાળા, વોર્ડ નં.૧૬ પ્રમુખ નારણભાઈ હીરપરા અને વોર્ડ નં.૧૭ પ્રમુખ દર્શનભાઈ ગૌસ્વામી જહેમત ઉઠાવી અને જન સંવાદ કાર્યક્રમનું સફળ આયોજન કરેલ હતું તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ અને ગોપાલ મોરવાડિયાની યાદીમાં જણાવ્યું છે.

(3:55 pm IST)