રાજકોટ
News of Wednesday, 20th January 2021

કપાસીયા તેલમાં ડબ્બે ર૦ રૂ.તૂટયા

રાજકોટ તા. ર૦ : સીંગતેલના ભાવોમાં ઘટાડો થયા બાદ આજે કપાસીયાતેલમાં ડબ્બે ર૦ રૂ. ઘટયા હતા.

સ્થાનિક બજારમાં કાચામાલની આવકો વધતા અને સાઇડ તેલોના ભાવો ઘટતા કપાસીયા તેલમાં ર૦ રૂ. ઘટયા હતા. ગઇકાલે કપાસીયા તેલ લુઝના ભાવ ૧૦૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૯૮૦ રૂ. થઇ ગયા હતા. કપાસીયા ટીનના ભાવ ૧૭૦૦ થી ૧૭૬પ રૂ. હતા તે ઘટીને ૧૭૦૦ થી ૧૭પપ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

(3:49 pm IST)