News of Wednesday, 20th January 2021
જયશ્રીરામના નાદ સાથે મવડીમાં સ્કૂટર રેલી
રાજકોટઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ભવ્ય દિવ્ય મંદિર નિર્માણના કાર્યક્રમ અંતર્ગત મવડીમાં ભવ્ય સ્કૂટર રેલી નિકળી હતી. જેમાં આર્ષ વિદ્યામંદિરના પૂજય પરમાત્માનંદજી મહારાજ, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, જાણીતા ડો. જીતેન્દ્ર ભાઇ અમલાણી, શ્રી મનીષભાઈ બેચરા સ્કૂટર રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું જયશ્રીરામ ,ભારત માતાકી જય, વંદે માતરમ ના નારા સાથે રામ સેવકો રેલીમાં જમાવટ કરી હતી અને મવડી વિસ્તારના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ રેલીને સફળ બનાવવા જાણીતા ડો. જેડી, મનીષભાઈ બેચરા, રાજુભાઈ પરમાર વગેરે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
(3:47 pm IST)