રાજકોટ
News of Wednesday, 20th January 2021

દાતાઓ ખુલ્લા મનથી વરસી પડયાઃ પંચનાથ હોસ્પિટલનું સપનું સાકાર

પંચનાથના ટ્રસ્ટીઓના અથાગ પ્રયત્નો હોસ્પિટલના સર્જનમાં ઈંધણ બન્યા : આર્કિટેકટ, ઈન્ટિરિયર, ડિઝાઈનર, હોસ્પિટલ કન્સલ્ટન્ટ, પ્રોજેકટ મેનેજર સહિત સપ્લાયરોએ પણ પોતાની સેવા વિનામૂલ્યે આપી

રાજકોટઃ આજથી ૪ વર્ષ પહેલા જયારે પંચનાથ ટ્રસ્ટમાં હોસ્પિટલ બનાવવા માટેનો વિચાર રજુ કરવામાં આવ્યો અને તેનો નીર્ધાર થયો ત્યારે ૧૦૦૮ વાર જેટલી જગ્યામાં આ હોસ્પિટલ બનાવવાનું આયોજન થયું. ૪ ડોક્ટરની ટીમે માર્ગદર્શન આપ્યું અને આ હોસ્પિટલના સર્જનમાં ૭.૫ કરોડ જેટલો ખર્ચ થશે તેમ જણાવ્યું. ટ્રસ્ટીઅોની મિટિંગમાં આ ફ્ંડ એકઠું કરવા માટે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજવાનું નક્કી થયું.

સૌ પ્રથમ ફંડ ભેગું કરવા માટે બાલભવન ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન થયું. એક દિવસ સંગીત સંધ્યા બીજા દિવસે હશાયરોં, અને ત્રીજા દિવસે હાશ્યરસ નું આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે આ સંગીત સંધ્યામાં જાણીતા કલાકાર ઓસમાણ મીર જયારે હશાયરામાં સાઇરામભાઇ દવે અને માયાભાઇ આહીર તેમની સેવાઓ વિના મુલ્યે આપી. ત્રીજા દિવસના કાર્યક્રમમાં ધીરૂભાઈ સરવૈયા, સમીરભાઈ પોટાએ, ગુણવંતભાઈ ચુડાસમાએ પણ વિના મુલ્યે પોતાનો સહયોગ આ હોસ્પિટલના નિર્માણમાં આપ્યો. આ ત્રણેય કાર્યક્રમમાં આશરે એકાવન લાખ જેવી રકમ દાન સ્વરૂપે ટ્રસ્ટને મળી.

હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓએ હોસ્પિટલ કન્સલ્ટન્ટ નીમવા માટેના પ્રયત્નો શરૂ કર્યા જે અંતર્ગત દિલ્હી ખાતે અને મુંબઈ ખાતે હોસ્પિટલ કન્સલ્ટન્ટ સાથે મિટિંગ કરી પરંતુ કન્સલટેશનની ફીની રકમ તરીકે એક કરોડ અગ્યાર લાખ અને એકયાશી લાખનું કવોટેશન ટ્રસ્ટમાં આવ્યું. આ સમયે મહાદેવે ટ્રસ્ટીઓને સાક્ષાત્કાર કર્યા અને કન્સલ્ટન્ટ તરીકે ડો. રવિરાજ ગુજરાતીને પંચનાથ હોસ્પિટલમાં મોકલ્યા. અને તેમને પોતાની સેવાઓ ૩ વર્ષ સુધી વિના મુલ્યે આપી. અને અત્યારે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે એટલું જ નહિ પરંતુ હોસ્પિટલમાં જરૂરી મશીનરી પણ ખરીદવામાં માર્ગદર્શન આપ્યું અને આ ખરીદીમાં ટ્રસ્ટના ફંડની બચત પણ ખુબ કરાવી. તેમની સાથે તેમની ટીમમાં શ્રી અલ્પેશભાઈ ટાંકે પણ સેવાઓ આપી.

હોસ્પિટલના આર્કિટેકટ તરીકે રાજકોટના નામાંકિત અને સેવાભાવી આર્કિટેકટ શ્રી કિશોરભાઈ ત્રિવેદી આ સંસ્થાને સહયોગ કર્યો અને તે પણ સેવાના સ્વરૂપે વિના મુલ્યે તેઓ પંચનાથ ટ્રસ્ટના મોભી પણ છે અને ઘણા સમયથી તેઓ માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ બાંધકામ માટેની જરૂરી એજન્સી જેમકે કોન્ટ્રાકટર, પ્લમ્બર, ફેબ્રિકેટેર, પ્રોજેકટ મેનેજર, મિસ્ત્રી, ઇલેકટ્રીશ્યન, ઇલેકિટ્રક કન્સલ્ટન્ટ વગેરેની નિમણૂકમાં તેમનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું અને આ બધી એજન્સીને આ ઈશ્વરીય કામમાં પોતાનું કવોટેશન રાહત ભાવનું ભરવાનું સૂચન કર્યું. જેના કારણે આ ટ્રસ્ટને બાંધકામની કિંમતમાં ઘણો ફાયદો થયો. જયારે ઈન્ટીરીઅર ડિઝાઇનરે તરીકે રાજકોટના જાણીતા ઈન્ટીરીઅર ડિઝાઈનર અને લાઈટિંગ કન્સલ્ટન્ટ જેમને ઈટાલીથી પોતાનો અભ્યાસ કર્યો છે તેવા શ્રી શૈલીબેન ત્રિવેદીએ આ ટ્રસ્ટની હોસ્પિટલમાં પોતાની અમૂલ્ય સેવાઓ વિના મુલ્યે આપી. તેમજ અનેક એજન્સીઓ પાસેથી રાહત ભાવે જરૂરી ફર્નિચર, ઇલેકિટ્રક મટીરીઅલ વગેરીની વસ્તુઓ સંસ્થાને અપાવી. જેથી સંસ્થાને ખુબ જ રાહતથી હોસ્પિટલનું ઇન્ટિરિયર કરવામાં મદદ કરી.

એટલું જ નહિ પરંતુ કિશોરભાઈ અને શૈલીબેને અને તેમના મામા દીપકભાઈએ રાજકોટના જાણીતા આર્કિટેકટ શ્રી ઈન્દુભાઈ પારેખ કે જેમના નામે રાજકોટની આર્કિટેકટ કોલેજ છે તેમના નામ હેઠળ ૩૦ લાખની માતબર રકમનું દાન પંચનાથ ટ્રસ્ટની હોસ્પિટલમાં આપ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે.

ત્યારબાદ પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની સપ્તાહનું આયોજન હોસ્પિટલના લાભાર્થે કરવામાં આવ્યું. આ સપ્તાહના આયોજનમાં રોજ આશરે ૨૫૦૦૦ લોકો આ સપ્તાહમાં રસપાન કરતા હતા. અને ભોજન પ્રસાદ પણ આ સપ્તાહમાં લોકોને પીરસવામાં આવ્યું હતું. મહાદેવના આશીર્વાદથી આ સપ્તાહમાં આશરે ૨ કરોડ ૩૫ લાખ જેવી રકમ પંચનાથ ટ્રસ્ટની હોસ્પિટલ માટે અનુદાન તરીકે મળી. અમેરિકાથી પણ ૧ કરોડ ૧૧ લાખનું માતબાર રકમનું દાન પંચનાથ ટ્રસ્ટને મળ્યું. એટલું જ નહિ પણ રાજકોટના એક દાતાએ ૩ કરોડ ૫૦ લાખનું દાન આપ્યું. આ ઉપરાંત રાજકોટના છેવાળાના માનવીએ પણ પોતાનું દાન લખાવીને આ હોસ્પિટલમાં સહભાગી બન્યા હતા.

રોટરી કલબ ઓફ રાજકોટ ના ચેરમેનશ્રી ડો. દેવરાજ સુખવાલ, શ્રી કિશોરભાઈ દોશી, શ્રી રાજેશભાઈ કોઠારી, શ્રી હીતાબેન મહેતા અને તમામ મેમ્બર્સ દ્વારા પંચનાથ હોસ્પિટલના સી.ટી. સ્કેન સેન્ટર માટે આર્થિક યોગદાન આપવામાં આવ્યું.

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના શ્રી પૂર્વેશભાઈ કોટેચા, અમિતભાઇ રાજા, સરજુભૈ પટેલ, ડો. યોગેશ મહેતા, શ્રી મેહુલભાઈ નથવાણી ના સહયોગ થી ૩ વેન્ટિલેટર, ૧૪ મોનિટર્સ અને એનેસ્થેસિયા વર્ક સ્ટેશન સંસ્થાને અનુદાન તરીકે આપવામાં આવ્યું. શ્રી રીટાબેન ઘોડાસરા પરિવાર તરફથી જનરલ વોર્ડ માટે માતબાર રકમનું અનુદાન આપવામાં આવેલ છે.તેમની સાથે મનસુખઃબાઈ પટેલ અને સહદેવસિંહ વાદ્યેલાનો પણ સહયોગ મળેલ.

શ્રી ધીરૂભાઈ ડોડીયા તરફથી પણ સંપૂર્ણ પ્રથમ માળ પેટે અનુદાન આપવામાં આવેલ છે. જયારે ડો. નટવરલાલ રામાણી તરફથી પણ ત્રીજા માળ પેટે અનુદાન આપવામાં આવેલ છે. શ્રી મનુભાઈ ધંધા તરફથી આંખના ઓપરેશન થીએટરની મશીનરી સંસ્થાને અનુદાન તરીકે આપવામાં આવેલ છે. જયારે જે. કામદાર વાળા તરફથી હસ્તે નીતિનભાઈ કામદાર સંસ્થાને લેબોરેટરી પેટે અનુદાન આપવામાં આવેલ છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ, હેતલભાઈ રાજયગુરૂ અને પ્રફુલભાઇ ગંગદેવ તરફથી સી.ટી. સ્કેન પેટે અનુદાન આપવામાં આવેલ છે. આ ઉપરોકત નીચે મુજબના બધા દાતાશ્રીઓએ પાચનથ હોસ્પિટલને અનુદાન આપી મદદ કરેલ છે.

શ્રી પદમશી વાઘજી ગુઢકા (હસ્તે - શ્રી પાનાચંદભાઈ અશોકભાઈ), શ્રી જયવંતભાઈ રતિલાલ મણિયાર, સ્વ. શ્રીમતી ઇલાબેન પ્રતાપભાઈ મણિયાર, શ્રીમતી ઉજીબેન વીરજીભાઈ ટીલારા (હસ્તે - શ્રી રમેશભાઈ વી. ટીલારા - શાપર/વેરાવળ), શ્રી કૌમુદીબેન જયવંતભાઈ મણિયાર, શ્રી જીજ્ઞેશ પ્રદ્યુમનભાઈ માંકડ, શ્રી બાલુભાઈ રણછોડભાઈ બગડાઈ, શ્રી પાર્થ સંજયભાઈ મણિયાર, શ્રીમતી દૂધીબેન જસમતભાઈ બોદાર, શ્રીમતી કાંતાબેન પ્રભુદાસભાઇ પોબારુ, શ્રી હસ્મિતાબેન મનસુખલાલ બગડાઈ, શ્રીમતી ચંદ્રિકાબેન પ્રફુલભાઇ જશાણી, સ્વ. શ્રીમતી ચંપાબેન ગિજુભાઈ ભરાડ, શ્રીમતી ભેનીબેન કરશનભાઇ શિયાણી, શ્રી વિજયાબા બેચરભા પરમાર, શ્રી રણજીતભાઇ ખેંગારભાઈ ડોડીયા, સ્વ. નિર્મળાબેન રતિલાલ પારેખ (હસ્તે - મીનાબેન પ્રવિણચંદ્ર પારેખ), શ્રીમતી લલિતાબેન હરસુખભાઇ કામદાર, સ્વ. શ્રી વિનોદરાય હરિલાલ ચગ (હસ્તે - ચેતનભાઈ વિનોદરાય ચગ), સ્વ. શ્રી ઉજમબેન રાઘવજીભાઈ સીણોજીયા (પટેલ), શ્રી શકિતવિજય પટેલ આઈસક્રીમ (પીળી પાઘડીવાળા - હસ્તે સાધનાબેન સહદેવસિંહ વાઘેલા), શ્રી રવજીભાઈ છગનભાઇ પટેલ, શ્રી ડો. પ્રવિણચંદ્ર લાભશંકર રાજયગુરૂ, સ્વ. શ્રી જશુબેન એસ. પંડ્યા (હસ્તે - રાજેશ ચીકી), સ્વ. શ્રી મનોરમા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (હસ્તે  સ્વ. વિષ્ણુપ્રસાદ હરિલાલ ત્રિવેદી), શ્રીમતી સુર્યકાંન્તાબેન ઈન્દુભાઈ પારેખ, રોલેક્ષ રિંગ્સ પ્રાયવેટ લિમિટેડ, શ્રીમતી લાભુબેન ડાયાભાઇ ઉકાણી, સ્વ. શ્રીમતી શારદાબેન ચુનીલાલ જોબનપુત્રા, શ્રીમતી કૌમુદીબેન રોહિતભાઈ પાઠક, શ્રીમતી રસીલાબેન રણછોડદાસ સુતરીયા, માઁ ભગવતી,  સ્વ. શ્રી વિલાસબેન ભોગીલાલ મોદી (હસ્તે - નિપુલ, નિપા, જીનેન, જીનલ - રાજકોટ), શ્રી ઈન્દુભાઈ ભગવાનદાસ પારેખ, સ્વ. શ્રી જેઠીબેન મનજીભાઇ ઘોડાસરા (હસ્તે - ગં. સ્વ. જયગૌરી રણછોડદાસ હરિભાઈ ઘોડાસરા), માવજીભાઈ હરિભાઈ પરિવાર (શાપુર-સોરઠ), સંજયભાઈ મણિયાર, રાજુભાઈ પોબારૂ, રાજુભાઈ ચોટાઈ (રસીકભાઇ ચેવડાવાળા), દર્શનભાઈ નંદાણી, યોગેશભાઈ પુજારા, સ્વ.શ્રી પ્રદ્યુમનભાઈ માંકડ, નીતિનભાઈ કામદાર, રામજીભાઈ શીયાણી, રશ્મીકાન્તભાઈ મોદી, હશુભાઈ ભગદેવ, ભુપતભાઇ બોદર, સુનિલભાઈ શાહ, નરેશભાઈ પટેલ, અચ્યુતભાઈ જશાણી, ભીખાભાઇ વિરાણી, હેતલભાઈ રાજયગુરૂ, સુદીપભાઈ મહેતા, વિવેકભાઈ મણિયાર, જતીનભાઈ ભરાડ, જેન્તીભાઇ ચાંદ્રા, રમેશભાઈ ઠક્કર, ચમનભાઈ લોઢીયા, બાપભાઈ બગડાઈ, અરવિંદભાઈ પટેલ, વિમલ છાયા, હિતેષભાઇ બગડાઈ, શાંતુભાઇ રૂપારેલિયા, બેચરભાઈ પરમાર, રાજીવભાઈ શાહ, રિશીરાજ ધામી, દીપકભાઈ પારેખ, રસીલાબેન સોજીત્રા, શારદાબેન ચુનીલાલ જોબનપુત્રા, દર્શકભાઇ કારીયા, હીરાભાઈ, પ્રફુલભાઇ ગંગદેવ, ભોગીભાઈ મહેતા, પાર્થભાઈ પારેખ, રાજકોટ નાગરિક સહકારી બેંક, રોટરી કલબ ઓફ રાજકોટ, ચેતનભાઈ ચગ.

તદુપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના સભાસદો, ગુજરાત સરકાર સંચાલિત ગુંદાવાડી હોસ્પિટલના આર્થિક રીતે નબળા દર્દીઓ, ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ન્યૂ ઇન્ડિયા ઈન્સ્યુરન્સ કંપનીના કર્મચારીઓ, શ્રી સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ મહામંડળ (રાજકોટ) ના જ્ઞાતિજનો, મોઢ વણિક સમાજ મહાજન ટ્રસ્ટના જ્ઞાતિજનો ના તબીબોએ સૂચવેલા પરીક્ષણો નજીવા દરથી થઈ શકે તે હેતુથી પંચનાથ હોસ્પિટલ તંત્ર ઉપરોકત સામાજિક સંસ્થાઓ સાથે ટાઈ-અપ કરવામાં સફળ રહ્યું છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ, સરકારી પ્રેસ, સરોવર પોર્ટિકો હોટેલ, સૌરાષ્ટ્ર પેપર બોર્ડ, માર્ક બેરિંગ (શાપર-વેરાવળ), હાથી મસાલા ફેકટરીના કર્મચારીશ્રીઓનો હોલ બોડી ચેક-અપ કેમ્પ પણ ગોઠવવામાં આવેલ હતો.

તદુપરાંત આંખ વિભાગ દ્વારા દાતાશ્રીઓ તરફથી મળેલ અનુદાન માંથી જરૂરતમંદ લોકોને વિના મુલ્યે અત્યાર સુધી ૭૦ થી વધુ લોકોને સફળતા પૂર્વક મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવ્યા છે. આ વિભાગની જબરી સફળતા એ છે કે મનીષભાઈ સિધ્ધપુરાએ બીજી હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવેલ હતું પણ કોઈપણ કારણોસર સર્જરી સફળ ન થતા તેમની રોશની ગુમાવેલ હતી. દર્દી આંખ વિભાગમાં સારવાર માટે આવેલ હતા ડો. સુકેતુ ભપ્પલ દ્વારા ચેક-અપ કરતા દર્દીને ૧૮ નંબરના લેન્સ પહેરાવીને ફરી પાછી રોશની અર્પણ કરી હતી.

તેવી જ રીતે ચામડીના વિભાગમાં ડઢાણીયાભાઈ સફેદ ડાઘ ધરાવતા હોવાથી સંપૂર્ણ પણે ડાઘ કાઢવામાં ચામડીના તબીબ ડો. મૌલિક શીણોજીયા સાહેબને જબરી સફળતા મળી હતી. તેમજ રીતે શાંતિલાલ બી. જાદવ (૯૪૨૬૪ ૯૬૩૨૬) ના સુપુત્ર રાહુલને યુરિન તથા લેટ્રીનની ભયંકર સમસ્યા હતી છેલ્લે તેમને ૨૦૧૧ ની સાલમાં નિદાન કરાવેલ હતું પણ રાહતમાં કોઈ ફેરફાર ન જણાતા તેઓ આર્થિક અને માનસિક રીતે થાકી ગયા હતા પણ કુદરતી રીતે સંકેત મળતા જ તેઓ ૨૯/૦૧/૨૦૨૦ ના રોજ ડો. કૃણાલ કુંદડીયા  પાસે નિદાન કરાવવા માટે આવ્યા હતા. અને સદનસીબે આ રાહુલભાઈ જાદવને દેવાધિદેવ મહાદેવના આશીર્વાદથી ઘણા સમયથી ભોગવી રહેલા શારીરિક સમસ્યાનો સુૅંખદ અંત આવ્યો.

છેલ્લા ૧૮ વર્ષમાં હોસ્પિટલનો થયેલો હરણફાળ વિકાસથી ટ્રસ્ટીમંડળને સંતોષ ન થયો અને તપાસ અને પરીક્ષણોને જ સિમિત ન રાખતા ૫૦ બેડની હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ કરેલો અને તેના ભંડોળ એકત્રીકરણ માટે ૨૦૧૬ની સાલમાં હાસ્યરસનો કાર્યક્રમ ને ૨૦૧૭ ના માસમાં આજના ઉદ્ઘાટન પ્રસંગે જે આર્શી વચન આપવાના છે તે પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં દેશ-વિદેશના દાતાઓ તરફથી પ્રચંડ પ્રતિસાદ મળતા ટ્રસ્ટીમંડળનું અતિ આધુનિક સુવિધા સભર ૫૦ બેડની હોસ્પિટલ બનાવવાની કલ્પેલી કલ્પના અથવા તો સેવેલ સપનું આજની તારીખે સાચા અર્થમાં સાકાર થયેલ છે.

આ માટે દાનપેટીમાં શ્રદ્ઘા સાથે એક રૂપિયાથી માંડીને કરોડ સુધીના દાન આપેલ દાતાઓ, સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, શુભેચ્છકો, સેવાભાવી કાર્યકરો, વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારીશ્રીઓએ સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને શ્રદ્ઘાને તાંતણે બંધાયેલી અતિ આધુનિક અર્પણ કરવા માટે જે તન-મન અને ધનથી સાથ અને સહકાર આપ્યો છે તે બદલ શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ દ્વારા આભાર માનેલ હોવાનું હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.

કાલે વિજયભાઈના હસ્તે પંચનાથ હોસ્પિટલનું લોકાર્પણઃ પૂ.ભાઈશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટનાં આદિ દેવ ૧૪૬ વર્ષ જુનાં તીર્થ એટલે શ્રી પંચનાથ મહાદેવ મંદિર, સૌરાષ્ટ્રનાં પાટનગર અને સંત, સેવા, સાવજ અને સખાવતી પુણ્યભૂમિ કાઠીયાવાડમાં જો શિવાલયોનું સ્મરણ કરવુ હોય તો 'સૌરાષ્ટ્રે સોમનાથ ચ'ની જેમ 'રાજકોટમાં પંચનાથમ ચ' કહી શકાય. શ્રી પંચનાથ મહાદેવ સાર્વજિનક મેડીકલ ટ્રસ્ટ દ્વારા ૨૧ કરોડનાં માતબર ખર્ચે, સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છનાં દર્દીનારાયણ, દરીદ્ર નારાયણનાં લાભાર્થે અત્યાધુનિક, માનવતાવાદી હોસ્પિટલનું સેવા અર્પણ થવા જઈ રહ્યું છે. આ 'સ્ટેટ ઓફ ધી આર્ટ- સ્ટેટ ઓફ ધી હાર્ટ' હોસ્પિટલ દીલથી દર્દી નારાયણની અને દરીદ્ર નારાયણની દવા, સેવા, સ્મિત સાથે અને ભોળાનાથને દુઆ સાથે કાર્યરત થશે. આવતીકાલે તા.૨૧ને ગુરૂવારે સવારે ૧૧ કાલકે 'શ્વાસ નો વિશ્વાસ' એવી શ્રી પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટની શ્રીમતી મંગળાબેન ડાયાભાઈ કોટેચા હોસ્પિટલનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની આ પ્રસંગે પ્રેરણાદાયી ઉપસ્થિતી રહેશે. આયોજનમાં શ્રી પંચનાથ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગ માંકડ (પ્રમુખ), તનસુખ ઓઝા (મંત્રી), વસંત જસાણી, મહેન્દ્રસિંહ ગોહીલ, ડો.લક્ષ્મણ ચાવડા, ડો.લલિત ત્રિવેદી, નિતીન મણીઆર, મિતેશ વ્યાસ, ધર્મેન્દ્ર મહેતા, નારણ લાલકીયા, નિરજ પાઠક, મયુર શાહ, સાંઈરામ દવે, મનુ પટેલ, સંદીપ ડોડીયા, ડો.રવિરાજ ગુજરાતી, જૈમીન જોષી, નિખીલ મહેતા, ભવ્ય પારેખ, મુકેશ કામદાર, અજય પરમાર, કિરીટ ગોહેલ, મનુ ધાંધા, પંકજ ચગ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:02 pm IST)