રાજકોટ
News of Wednesday, 20th January 2021

સોરઠીયાવાડી સર્કલ પાસેથી પ્રકાશ ટાંક ચોરાઉ એકટીવા સાથે પકડાયો

રાજકોટ તા. ર૦: શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે પવન પુત્ર ચોક પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સોરઠીયા વાડી સર્કલ પાસે એક શખ્સ ચોરાઉ એકટીવા લઇને નીકળ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત અને હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી. જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, રાજદીપસિંહ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ, ભરતસિંહ તથા સ્નેહભાઇ સહિતે સોરઠીયાવાડી સર્કલ પવનપુત્ર ચોક પાસેથી જીજે-૩ કે.ઇ.-પ૭૬ નંબરના ચોરાઉ એકટીવા સાથે પ્રકાશ રમણીકભાઇ ટાંક (ઉ.વ.૪૦) (રહે. ગાયત્રીનગર મેઇન રોડ બી/૧ર બંધ શેરી) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. પૂછપરછમાં તેણે આ એકટીવા પરમ દિવસે બોમ્બે પેટ્રોલ પંપની સામેની શેરીમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(2:55 pm IST)