રાજકોટ
News of Wednesday, 20th January 2021

કોરોનાની રસીથી ગભરાવવાની જરૂર નથી

સરકારી, આઈએમએ, ક્રિટીકલ કેર સોસાયટીના તબીબોએ રસીકરણ કરાવ્યુ

રાજકોટ,તા.૨૦: સમગ્ર દેશ અને રાજ્યમાં તા. ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ તબક્કમાં આરોગ્ય સંબંધી કર્મચારીઓ, ડોકટર્સ તેમજ મેડિકલ સ્ટાફને પ્રાથમિક અગ્રતા આપી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ૬ જગયાએ સરકારી હોસ્પિટલ તેમજ કોરોનાની સારવાર સાથે જોડાયેલા ડોકટર્સ તેમજ ખાનગી સંસ્થા સાથે જોડાયેલા મેડિકલ સ્ટાફનું વેકિસનેશન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટની પી.ડી.યુ હોસ્પિટલ, ગિરિરાજ હોસ્પિટલ તેમજ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ક્રિટિકલ કેર સોસાયટી તેમજ અન્ય સંસ્થાના ડોકટરની ટીમ સર્વેશ્રી ડો. જય ધિરવાણી આઇ.એમ.એ. પ્રમુખ, ડો. દીપેશ ભાલાણી, ડો. ભાવેશ સચદે પૂર્વ આઇએમએ પ્રમુખ, ડો. અતુલ પંડ્યા, ડો. તેજસ કરમટા, ડો. પારસ શાહ, ડો. રૂપેશ ઘોડાસરા, ડો. ચેતન લાલસેતા, ડો. ભાવિન કોઠારી, ડો. મયંક ઠકકર તેમજ  ટીમે રસીકરણ કરાવી રસી સુરક્ષા કવચ મેળવી તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

કોરોનાની રસી બિલકુલ સુરક્ષિત હોવાનું અને રસી લેતા ગભરાવાની બિલકુલ જરૂર નો હોવાનું આઈ.એમ.એ. સહીત વિવિધ સંસ્થાના  ડોકટર્સ દ્વારા પ્રતિભાવ વ્યકત કરતા જણાવ્યું હતું કે, રસીકરણ બાદ અમે નિર્ભીકપણે પ્રેકિટસ કરી દર્દીઓની સેવા સુશ્રુષા કરી શકીશું. આ પૂર્વે આવી અનેક બીમારીઓનું નિરાકરણ  વેકિસનેશનના પરિણામે શકય બન્યું છે, ત્યારે કોરોના પણ ચોક્કસ રસીકરણ દ્વારા નિર્મૂળ થશે તેન ડોકટર્સ દ્વારા વિશ્વાસ વ્યકત કર્યો હતો.

(2:53 pm IST)