રાજકોટ
News of Wednesday, 20th January 2021

૩રમાં રોડ સેફટી સેમિનારનું ઉદ્ઘાટન

હાઇવે પર અકસ્માતો ઘટાડી સલામત સફર માટે જાગૃત બનો : લાઠીયા

રાજકોટ, તા. ૧૯:  પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ ખાતે આર.ટી.ઓ શ્રી પીબી લાઠીયાના અધ્યક્ષસ્થાને ૩૨માં નેશનલ રોડ સેફ્ટી-૨૦૨૧ નો ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભે પ્રાર્થના તથા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. અતિથી વિશેષ તરીકે ડેપ્યુટી કલેકટર શ્રી ચરણસિંહ ગોહિલ, એ.સી.પી શ્રી ચાવડા, જીલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ કૈલા, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એન્જિનિયર શ્રી વિજયભાઈ પરમાર, એજ્યુકેશન ઇન્સ્પેકટર શ્રી એમ.બી બડમલીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રાફિક અવેરનેસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમ, વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(12:58 pm IST)