રાજકોટ
News of Wednesday, 20th January 2021

એન્ટોપ હેરસલૂનનો ચોથા વર્ષમાં દબદબાભેર પ્રવેશ

વાઘેલા પરિવાર દ્વારા ઉમંગભેર ઉજવણીઃ ટીમ ઉપર અભિનંદનવર્ષા

રાજકોટઃ હેર સલુનની દુનિયામાં છેલ્લા ૩૧ વર્ષથી સેવારત 'એન્ટોપ હેર સલુન'ની નવી શાખા 'રાજીપો' એન્ટોપ હેર સલુન, રઘુનંદન પાર્ક-૩ નો ખુણો, એરપોર્ટ ફાટક સામે, એરપોર્ટ મેઈન રોડ, રાજકોટ ખાતે શરૂ થયાને સફળતાના ચોથા વર્ષમાં પ્રવેશ  કરતાં ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ઠાકરશીભાઈ વાઘેલા, દીપકભાઈ વાઘેલા, ધર્મેશભાઈ વાઘેલાના આ નવા સાહસના ત્રીજા વર્ષગાંઠ નિમિતે ઠેરઠેરથી તેઓને શુભેચ્છા વર્ષા થઈ રહી છે. તસ્વીરમાં ફુગ્ગા અને રોશનીથી ઝળહળતુ એન્ટોપ સલુન અને શુભેચ્છકો સાથે વાઘેલાબંધુઓ નજરે પડે છે.
 

(12:56 pm IST)