રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ઝોન અને મંડલના પ્રભારીઓની વરણી
મહામંત્રી નાગદાનભાઈ ચાવડાની રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી, પડધરીઃ મહામંત્રી મનસુખભાઈ રામાણીની ગોંડલ શહેર તથા તાલુકો જસદણ શહેર તથા તાલુકો વિછીયાઃ મહામંત્રી મનીષભાઈ ચાંગેલાની ઉપલેટા શહેર તથા તાલુકો, ધોરાજી શહેર તથા તાલુકો જેતપુર તથા તાલુકો ભાયાવદર શહેર, જામકંડોરણા તાલુકાના ઝોન પ્રભારી તરીકે વરણી
રાજકોટઃ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે કે, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી મનસુખભાઈ ખાચરીયા તથા સંગઠન પ્રભારીશ્રી પ્રકાશભાઈ સોનીએ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા સાથે ચર્ચા-વિમર્શ કરીને રાજકોટ જીલ્લાના ઝોન પ્રભારી અને મંડલના પ્રભારીઓની વરણી કરવામાં આવેલ છે.
જીલ્લા મહામંત્રીશ્રી નાગદાનભાઈ ચાવડાની રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી, પડધરી, જીલ્લા મહામંત્રીશ્રી મનસુખભાઈ રામાણીની ગોંડલ શહેર તથા તાલુકો, જસદણ શહેર તથા તાલુકો, વિછીયા, જીલ્લા મહામંત્રીશ્રી મનીષભાઈ ચાંગેલાની ઉપલેટા શહેર તથા તાલુકો, ધોરાજી શહેર તથા તાલુકો, જેતપુર શહેર તથા તાલુકો, ભાયાવદર શહેર, જામકંડોરણા તાલુકાના ઝોન પ્રભારી તરીકે વરણી કરવામાં આવેલ છે.
રાજકોટ જીલ્લાના મંડલના પ્રભારી તરીકે ઉપલેટા શહેરના પ્રભારી શ્રી કિશોરભાઈ શાહ, ઉપલેટા તાલુકાના પ્રભારી શ્રી બાવનજીભાઈ મેતલિયા, ધોરાજી શહેરના પ્રભારી શ્રી રાજશીભાઇ હુંબલ, ધોરાજી તાલુકાના પ્રભારી શ્રી સુભાષભાઈ બાંભરોલીયા, ભાયાવદર શહેરના પ્રભારી શ્રી નરશીભાઈ મૂંગલપરા તથા સહ-પ્રભારી શ્રી મંજુલાબેન માંકડિયા, જામકંડોરણા તાલુકાના પ્રભારી શ્રી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, જેતપુર શહેરના પ્રભારી શ્રી હરસુખભાઈ ટોપિયા, જેતપુર તાલુકાના પ્રભારી શ્રી ગોવિંદભાઈ રાણપરીયા, ગોંડલ શહેરના પ્રભારી શ્રી રીનાબેન ભોજાણી તથા સહ-પ્રભારી શ્રી ભાસ્કરભાઈ જશાણી, ગોંડલ તાલુકાના પ્રભારી શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, કોટડાસાંગાણી તાલુકાના પ્રભારી શ્રી નિતીનભાઈ ઢાંકેચા, લોધિકા તાલુકાના પ્રભારી શ્રી તળશીભાઈ તાલપરા, રાજકોટ તાલુકાના પ્રભારી શ્રી મોહનભાઈ દાફડા, પડધરી તાલુકાના પ્રભારી શ્રી પ્રાગજીભાઈ કાકડિયા, જસદણ શહેરના પ્રભારી શ્રી રમાબેન મકવાણા તથા સહ-પ્રભારી શ્રી જીગ્નેશભાઈ હીરપરા, જસદણ તાલુકાના પ્રભારી શ્રી હરેશભાઈ હેરભા તથા સહ-પ્રભારી શ્રી રમેશભાઈ સાકરીયા, વિછીયા તાલુકાના પ્રભારી શ્રી ખોડાભાઈ ખસીયાની મંડલના પ્રભારી તરીકે વરણી કરવામાં આવેલ છે.સાંસદોશ્રી મોહનભાઈ કુંડારિયા તથા શ્રી રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ શ્રી જયેશભાઈ રાદડિયા તથા શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, ધારાસભ્યોશ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, શ્રી લાખાભાઈ સાગઠીયાએ નવનિયુકત પ્રભારીઓને શુભેચ્છાઓ પાઠવી છે.