રાજકોટ
News of Tuesday, 19th November 2019

રેજાંગલાના વીર આહિર શહિદોને અંજલી : રાજકોટમાં આહિર સમાજે રચ્યો ઇતિહાસ : વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ

રાજકોટ : ૧૯૬૨ માં ચીન ભારતના યુધ્ધમાં ચીનના ૧૩૦૦ થી વધુ સૈનિકો સામે બાથ ભીડી તેમને મોતને ઘાટ ઉતારનાર ભારતના ૧૧૪ વીર આહિર જવાનોએ શહીદી વહોરી માં ભૌમની રક્ષા કરી હતી. તે શૌર્યભર્યા સાહસને યાદ કરી આહિર શુરવીરોને શ્રધ્ધાંજલી અર્પવા રાજકોટમાં એક અનોખો કાર્યક્રમ આહિર શૌર્ય દિવસ સમિતિ દ્વારા આયોજીત કરાયો હતો. રેસકોર્ષ મેદાનમાં યોજાયેલ આ સમારોહમાં શહેરઅને દુરના ગામડાઓમાંથી આહિર સમાજે ટ્રેડીશ્નલ સફેદ વસ્ત્રમાં ઉપસ્થિત રહી વીરોને અંજલી આપી હતી. ૧૫,૦૦૦ થી વધુ આહિરો ઉમટી પડયા હતા. જેની નોંધ લઇ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનભેર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. આ ક્ષણના સાક્ષી બનવા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પ્રાસંગીક પ્રવચનમાં વિશાળ ફલક પર આવો ચીર સ્મરણીય કાર્યક્રમ યોજવા બદલ આયોજન સમિતિને ધન્યવાદ આપ્યા હતા. આ રીતે રજુ થયેલ શૌર્ય ગાથાને આવનારી પેઢી પણ યાદ કરશે. રેજાંગલાના યુધ્ધમાં ભાગ લેનાર કેપ્ટન રામચંદના જુસ્સાદાર વકતવ્યની પણ તેમણે ભારોભાર પ્રસંશા કરી હતી. આ કાર્યક્રમમાં દિલ્હીથી પધારેલ ખાસ મહેમાન તુલારામના વંશજ અને સતત પાંચ ટર્મથી સાંસદ બના રહેલા રાવ ઇન્દ્રજીતસિંહે સિપાહી નિહાલસિંઘ તથા કેપ્ટન રામચંદ્રજીનું સ્વાગત કરી અભિવાદન કર્યુ હતુ. રાજયના મંત્રી વાસણભાઇ આહીર, રાજય પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, કેપ્ટન રામચંદ્ર યાદવ, સમાજ અગ્રણી લાભુભાઇ ખીમાણીયાએ પ્રાસંગીક પ્રવચન કરી અવસરને યાદ કરી કુમાઉ રેજીમેન્ટે જે બહાદુરી બતાવી હતી તેની સરાહના કરી હતી. જામનગરના સાંસદ પુનમબેન માડમ,  કર્નલ જોશી, અનિલ યાદવ, વી. કે. હુંબલ, મ્યુ. કોર્પોરેશન સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, વિક્રમભાઇ માડમ વગેરેએ પણ યદુવંશના શૌર્ય અને સાહસને યાદ કરી વીર જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં   ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, અમરીશભાઇ બારડ, અમરીશભાઇ ડેર, રવિ યાદવ (મુંબઇ), અનિલ યાદવ, મુકેશ યાદવ, મુળુભાઇ બેરા, રાજશીભાઇ જોટવા, આરતીસિંહ રાવ, નાગદાનભાઇ ચાવડા, અર્જુનભાઇ ખાટરીયા, વેજાબાપા રાવલીયા, ભાનુભાઇ મેતા, ભીખુભાઇ વારોતરીયા, રણછોડભાઇ હડીયા, જીવણભાઇ કુંભારવાડીયા, બાબુભાઇ હુંબલ, રઘુભાઇ હુંબલ, બાબાભાઇ ડાંગર, માસાભાઇ ડાંગર, ગેમાભાઇ ડાંગર, સામતભાઇ જારીયા, લાખાભાઇ જારીયા, વિક્રમભાઇ કટાર, કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ ડેર, કીરીટભાઇ હુંબલ, મુળુભાઇ કંડોળીયા, મેરામણભાઇ ગોરીયા, રાજશીભાઇ આંબલીયા તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ, દિલ્હી, હરીયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મુંબઇથી આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં માયાભાઇ આહીર, કીર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, દેવાયત ખવડ સહીતના કલાકારોએ શહીદોની શુરવીરતાને જીવંત કરી હતી. છેલ્લે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયુ હતુ. સમગ્ર શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા ઘનશ્યામભાઇ હેરભા, પ્રદીપભાઇ ડવ, શૈલેષભાઇ ડાંગર, દિલીપભાઇ બોરીચા, અર્જુનભાઇ ડવ, હિરેનભાઇ ખીમાણીયા,  હેમતભાઇ લોખિલ, ખોડુભાઇ સેગલિયા, મુકેશભાઇ ચાવડા, મનવીર ચાવડા, વિમલભાઇ ડાંગર, પ્રવિણભાઇ મૈયડ, અજયભાઇ ખીમાણીયા, મૌલિક રાઠોડ, પ્રભાતભાઇ ડાંગર, કમલેશ કોઠીવાર, ભરતભાઇ સવસેટા, રમેશભાઇ બાલાસરા, સુરેશભાઇ રાઠોડ, સુરેશભાઇ ગરૈયા, જયદીપ ડવ, હિતેશ ચાવડા, વિક્રમ ડાંગર, સુરજ ડેર, જે. ડી. ડાંગર, કરણ લાવડીયા, અશ્વિન બકુત્રા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:13 pm IST)