રાજકોટ
News of Tuesday, 19th November 2019

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાપના દિન નિમિતે આજે મ્યુનિ. કોર્પો. સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રીક્રિએશન કલબ દ્વારા રંગોળી સ્પર્ધા તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મ્યુ.કોર્પોરેશનમાં રંગોળી સ્પર્ધા સહીતના કાર્યક્રમનું ઉદ્ઘાટન ઇન્ચાર્જ મેયર અશ્વિન મોલિયાએ કર્યું હતું તે વખતની તસ્વીરમાં મ્યુ. ચેરમેન ઉદય કાનગડ, મનિષ રાડિયા, બાબુભાઇ આહીર સહીતના પદાધિકારીઓ દર્શાય છે. અન્ય  તસ્વીરમાં નિહાળી રહેલા પદાધિકારીઓ દર્શાય છે. (તસ્વીર-સંદિપ બગથરિયા)

રાજકોટ,તા.૧૯: આજે રાજકોટ મહાનગરપાલિકાના ૪૭મા સ્થાપના દિનની વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી કરવામાં આવેલ તે અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રીક્રિએશન કલબ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓ વચ્ચે રંગોળી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અત્યારે રાજકોટ સિવિલ બ્લડ બેંકમાં લોહીની ખુબ જ અછત હોય, થેલેસીમીયા ગ્રસ્ત બાળકો તેમજ જરૂરીયાત મંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તે હેતુસર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રીક્રિએશન કલબ તથા શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના સંયુકત ઉપક્રમે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ રંગોળી સ્પર્ધાનો માન. કાર્યકારી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયાએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા  દલસુખભાઈ જાગાણી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ રાડીયા, 'શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરપર્સન  રૂપાબેન શીલુ, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટરમીનાબેન પારેખ, સેક્રેટરી એચ.પી.રૂપારેલિયા, ચીફ ઓડિટર કે.એલ.ઠાકોર, પી.એ.ટુ કમિશનર શ્રી રવિન્દ્રસિંહ ચુડાસમા, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, આસી. કમિશનર એચ.આર.પટેલ, ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રીક્રિએશન કલબ પ્રમુખ મૌલેશભાઈ વ્યાસ, ઉપપ્રમુખ શ્રી સી.એન.રાણપરા, મંત્રી  કીર્તિભાઈ જોશી, પૂર્વ પ્રમુખ શ્રી હસુભાઈ ગણાત્રા, મંત્રી જાહ્રનવીબેન લાખાણી, તથા મયુરભાઈ, રેણુકાબેન કક્કડ, જયોત્સનાબેન ડોબરીયા, દીપ્તિબેન આગરીયા, અમીનભાઈ નાગોરી, હોમીન લખતરીયા, ઉપરાંત રંગોળી સ્પર્ધાના નિર્ણાયકો મયુરભાઈ નાગર અને પ્રદીપભાઈ ભટ્ટ ઉપસ્થિત રહયા હતાં. પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓએ મહાનગરપાલિકાની તમામ કચેરીઓમાં રૂબરૂ મુલાકાત લઇ રંગોળી નિહાળી હતી. આ સ્પર્ધામાં ૨૫ શાખાઓએ ભાગ લીધો હતો.

બ્લડ ડોનેશન કેમ્પના આયોજનમાં શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનયભાઈ જસાણી, પરેશભાઈ વાછાણી, વિસ્મય પુજારા તથા અશોકભાઈ બુસા તેમજ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના પેથોલોજીસ્ટ ડોકટરની ટીમ જહેમત ઉઠાવી હતી.

(4:03 pm IST)