રાજકોટ
News of Tuesday, 19th November 2019

સગીરાના અપહરણના ગુન્હામાં છૂટયા બાદ નરેશ મયલે એજ સગીરાને બીજી વાર ભગાડી ગયો

રાજકોટ તા.૧૯: શહેરના પોપટપરા વિસ્તારની સગીરાના અપહરણના ગુન્હામાં જામીન પર છૂટયા બાદ હૈદરાબાદનો શખ્સ એજ સગીરાને સોરઠીયાવાડીમાંથી બીજી વખત ભગાડી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને મૂળ હૈદરાબાદનો હાલમાં રાજકોટ શંકર ટેકરી સંતોષીનગર મફતીયાપરામાં રહેતો નરેશ વ્યંકટ નગરસૈયા મયલે ગતતા.૨૭/૧ના રોજ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણકરી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પ્રનગરપોલીસ મથકમા ફરિયાદ નોંધાતા પોલીસે નરેશ વ્યંકટ નરસૈયા મયલેની પોકસો, બળાત્કારનાગુનામાં ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયો હતો.

અને સગીરાને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. ત્યારબાદ સગીરા સોરઠીયાવાડી શેરી નં.૬માં આવેલ ઘડીયાળના કારખાનામાં નોકરી કરતી હતી. ગત તા.૧૭/૯ રોજ સગીરા મોટી બહેન સાથે કારખાનામાં મજૂરી કામે ગઇ હતી. ૧૫ વર્ષની નાની બહેન કુદરતી હાજતે ગયા બાદ પરત ન આવતા તેની શોધખોળ કરી હતી. અને પરિવારજનોએ શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, બાગબગીચા તેમજ બહારગામ રહેતા સગાસંબંધીઓને ત્યાં પણ તપાસ કરતા સગીરાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમ્યાન સગીરાને જાન્યુઆરીમાસમાં સંતોષીનગરનો નરેશ વ્યંકટ મયલે અપહરણ ગયો હતો. અને તે જેલ હવાલે થયા બાદ તે તાજેતરમાં જામીન પર છૂટ્યો હતો. અને ફરી વખત સગીરાને પજવણી કરતો હોવાની શંકાના આધારે નરેશ મયલના ઘરે તપાસ કરતા તેના ભાઇ રાજ વ્યંકટેએ તેનો ભાઇ નરેશ કામે જવાનું કહીને ગયા પછી પાછો આવ્યો નથી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. બાદ નરેશનો મોબાઇલ નંબર માંગતા સગીરાના પરિવારજનોને ધમકાવી કાઢી મુકયા હતા. બાદ સગીરાના ભાઇએ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરેશ વ્યંકટ નરસૈયા મયેલ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનોદાખલ કરી પીઆઇ વી.કે.ગઢવી તથા રાઇટર નિલેષભાઇ અને ઘનશ્યામભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)