રાજકોટ
News of Tuesday, 19th November 2019

વોર્ડનં.૩નો વિકાસ રૃંધાયો : બાબુશાહી બેફામ : ગાયત્રીબા

રોડરસ્તા-ગટરના પ્રાણ પ્રશ્નોની ફાઇલોની ફેંકાફેંકીઃ વોર્ડનં-૩ના કામો વહેલી તકે શરૂ કરવા પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખની ઉગ્ર રજુઆત

રાજકોટ  : શહેરના વોર્ડનં.-૩માં તંત્રની સિથિલતાના કારણે અને પદાધિકારીઓ વચ્ચે જવાબદારીની ફેકાફેકી હોવાના કારણે વિસ્તારનાં રોજ બરોજના પ્રશ્નો અનેક રજુઆતો છતાં મહીનાઓ સુધી અણઉકેલ્યા (પેન્ડીંગ) હોય, જેથી વોર્ડના વિકાસની ગતીને બ્રેક લાગી રહી છે ત્યારે વિવિધ પ્રશ્નો અંગે તાકીદે ઉકેલ લાવવા વોર્ડ નં-૩ના કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા મ્યુકમીશનરને રજુઆત કરવામાં આવી છે.

આ અંગે ગાયત્રીબા વાઘેલાએ મ્યુ. કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં.૩માં (શેરી ગલીમાં સાઇન બોર્ડ મુકવા રેલ નગર અન્ડર બ્રીજમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ રહેતો હોવાથી શેવાળ જામી જવાથી સફાઇની બદોરકારી તેમજ કોનોવેકસ મિરર તુટી જવાના કારણે અનેક અકસ્માતોની ઘટના બને છે જે નિવારવા પગલાં ભરવા વોર્ડ નં.૩ના જુદા જુદા રોડમાં ડામર કામ કરવા,શહેરમાં કચરાનુંકલેકશન માટેના ટીપરવેનના જી.પી.એસ. સીસ્ટમમાં પારદર્શિતા જળવાઇ રહે તે જાહેર જનતા જોગ યુઝર આઇ.ડી., પાસવર્ડ આર.એમ.સી. દ્વારા જાહેર કરવા, સાધુવાસવાણી કુંજ રોડ ઉપર આવેલ શિવમ પાર્ક શેરી નં.૪માં ચાલુ વર્ષની ગ્રાન્ટમાંથી વીજ પોલ ઉભા કરવા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવા, વોર્ડ નં.૩માં આવેલ ઐતિહાસીક અરવીંદભાઇ મણીયાર હોલની જાળવણી કરવા, સહિતના વિવિધ પ્રશ્નો અંગે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

(3:45 pm IST)