રાજકોટ
News of Tuesday, 19th November 2019

સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટ પાસેનો પાણીનો ટાંકો ગમે ત્યારે ગંભીર દૂર્ઘટનાનું કારણ બની જશે...

વર્ષો જુના ટાંકાનું બાંધકામ અત્યંત જર્જરીતઃ પ્લાસ્ટર ઉખડી જતાં સળીયા દેખાવા માંડ્યા

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં બર્ન્સ વોર્ડની બરાબર સામે અને ઓકિસજન પ્લાન્ટની બાજુમાં આવેલો પાણીનો ટાંકો ભયજનક બની ગયો છે. હોસ્પિટલનું નિર્માણ થયું એ વખતનો આ ટાંકો અત્યારે માંદગીની અવસ્થામાં આવી ગયો છે. આ ટાંકાના પીલોરના નીચેના ભાગેથી પ્લાસ્ટર ઉખડી જતાં સળીયા દેખાવા માંડ્યા છે. આ ટાંકો દરરોજ પાણીથી ભરાય છે અને અહિથી જ હોસ્પિટલના અડધા વિભાગમાં પાણીનું વિતરણ થાય છે. પાણીના આ ટાંકાની હાલત અત્યંત ભયજનક બની ગયાનું જણાય છે. જો સંબંધીત તંત્ર સત્વરે ધ્યાન નહિ આપે તો ગમે ત્યારે ગંભીર દૂર્ઘટનાનું કારણ આ ટાંકો બની જાય તેવો પુરેપુરો ભય છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:43 pm IST)