રાજકોટ
News of Tuesday, 19th November 2019

પૂ.પારસમુનિ મ.સા.ના શ્રીમુખેથી ગોમતીચક્ર મહાપૂજન સંપન્નઃ સાધકોને દિવ્ય ઉર્જાનો અનુભવ

રોયલ પાર્ક સ્થા.જૈન સંઘમાં બે હજારથી વધુ જૈન- જૈનેતર સાધકોએ લાભ લીધો

રાજકોટ,તા.૧૯: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશ મુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.ના શ્રીમુખે ગોમતી ચક્ર મહાપૂજનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘમાં આજે તા.૧૯ના મંગળવારે સવારે ૭ થી ૯ રાખવામાં આવેલ. જૈન- જૈનેતોરની ૨૦૦૦થી વધુ સાધકોની ઉપસ્થિતિ તેમજ ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી, સી.એમ.શેઠ, નવકારશીના દાતા પરિવાર જીતુભાઈ બેનાણી, ગોમતી ચક્રપૂજનના લાભાર્થી ગિરીશભાઈ, જીતેન્દ્રભાઈ, સુનિલભાઈ, જય, પારસ ખારા પરિવાર સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ નલીનભાઈ ઝવેરી, ભાજપ શહેર મહામંત્રી જીતુભાઈ કોઠારી, સી.પી.દલાલ, ડોલરભાઈ કોઠારી, કિરીટભાઈ શેઠ, મિલન કોઠારી આદિ તથા અનેક આસપાસના ગામોના સંઘોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પૂ.સુશાંતમુનિ મ.સા., પૂ.પ્રભાબાઈ મ.સ.આદિ, પૂ.સુમતિબાઈ મ.સ.આદિ, પૂ.વનિતાબાઈ મ.સ., પૂ.રાજેમતીબાઈ મ.સ., પૂ.સુનિતાબાઈ મ.સ.આદિ, પૂ.સ્મિતાબાઈ મ.સ., પૂ.વીણાબાઈ મ.સ., પૂ.જાગૃતિબાઈ મ.સ. આદિ પધારેલ.

પૂ.સુશાંત મુનિ મ.સા. દ્વારા મહામાંગલિકનું અનેક મહાનુભાવો દ્વારા વિમોચન થયું. દાતા પરિવારોનું શ્રી યંત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યુ. દરેક સાધકોને ગોમતી ચક્ર અને યંત્ર ફ્રીમાં આપવા દરેક સાધકોએ દિવ્ય શકિત ઉર્જાનો અનન્ય અનુભવ કર્યો. પૂ.ગુરૂદેવને ચાતુર્માસ આપવા ગોંડલ સંઘવતી પ્રવિણભાઈ કોઠારીએ વિનંતી કરી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શૈલેષભાઈ માઉ, ગોંડલ રોડ  વેસ્ટ યુવક મંડળ, જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ અને રોયલપાર્ક યુવક મંડળે જહેમત ઉઠાવેલ.

(3:40 pm IST)