રાજકોટ
News of Tuesday, 19th November 2019

રામપાર્કમાં ડેંગ્યુએ ભોગ લીધો : તંત્રની બેદરકારી સામે લોકરોષ

રાજકોટ તા. ૧૯ : કાલાવડ રોડ પર આવલ રામપાર્ક મેઇન રોડ પર રહેતા ચંદ્રીકાબેન ઠાકરને ડેંગ્યુ થઇ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સઘન સારવાર બાદ પણ તેમણે અંતિમ શ્વાસ લઇ લેતા આ વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

દરમિયાન આવો ગંભીર બનાવ બનવા છતા મહાપાલીકા દ્વારા બેદરકારી દાખવાઇ રહ્યાનો રોષ લોકોમાં પ્રવર્તી રહ્યો છે. આ બનાવ જયાં બન્યો તેની આસપાસના મકાનોમાં ડેંગ્યુના લારવા છે કે નહીં તેની પુરી તપાસ થવી જરૂરી છે. તેમ છતા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. લોકોનું આરોગ્ય જોખમાય તે પહેલા તકેદારીના પગલા ભરવામાં આવે તેવી આ સોસાયટીના લોકોએ ઉઠાવી છે.

(3:36 pm IST)