રાજકોટ
News of Tuesday, 19th November 2019

વોર્ડ નં.૯માં રૂ.૫૮ લાખના ખર્ચે પેવર કામ

વોર્ડ નં.૯માં આવેલ નંદવિલેજ, સોપાન હેબીટેજ તેમત સમરસ હોસ્ટેલનો લાગુ પડતા ટી.પી.રોડ માં પેવર કામનો પ્રારંભ સોસાયટીના અગ્રણી લોકોના હસ્તે તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પુર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, વોર્ડ પ્રપ્રમુખ પ્રદિપ નિર્મળ તેમજ મહામંત્રી હિરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૯ વિકસતો વિસ્તાર હોય ભારતીય જનતા પાર્ટીનુ સૂત્ર 'જયા માનવી ત્યા સુવિધા'ને ખરા અર્થમાં ચરિતાર્થ કરી નંદવિલેજ, સોપાન હેબીટેજ તેમજ સમરસ હોસ્ટેલને લાગુ પડતા ટી.પી.રોડમાં પેવર કામ કરવાની જરૂરીયાત લાગતા આ વોર્ડના સક્રિય કોર્પોરેટરોએ પેવર કામનો શુભારંભ કરાવેલ ત્યારે વોર્ડ નં.૯ની સોસાયટીના લોકો અમારા નાગરીક નહી પરંતુ અમારો પરિવાર છે. આ પ્રસંગે શહેર ભાજપ મહીલા મોરચાના મંત્રી દક્ષાબેન વસાણી, જયસુખ કાથરોટીયા, આશીષ ભટ્ટ, કમલેશ શર્મા, રામજીભાઇ બેરા, કરમશીભાઇ પનારા, સંજય ભાલોડીયા, સતીષ વાઘાણી, મનીષાબેન માકડીયા, પી.એમ.પટેલ, અંજુબેન કણસાગરા, મેરજાસાહેબ, પ્રકાશભાઇ ગોહીલ, દેવ ગજેરા, કેવલ કાનાબાર, પાર્થ મારસોણીયા, લીનેશ માવાણી, કમલેશ કનેરીયા, ઉદયભાઇ ભુત સહીત ભાજપના આગેવાનો તેમજ સોસાયટીના અશ્વીનભાઇ ભુવા, કૌશીકભાઇ ગોવાણી, અમુભાઇ અદોદરીયા, વિજયભાઇ ચપલા, બીપીનભાઇ દલસાણીયા, મનસુખભાઇ કાસુંદ્રા, ઋગનાથભાઇ જગોદ્રા, બાબુભાઇ જીજ્ઞેશભાઇ પટેલ સહીતના અનેક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:34 pm IST)