રાજકોટ
News of Tuesday, 19th November 2019

અપહરણ, આત્મહત્યા અને પોકસોના કેસમાં જામીન મંજૂર કરતી સેશન્સ કોર્ટ

રાજકોટ : શાપર વેરાવળના રહેવાસી અને ભોગ બનનાર ફરીયાદીએ ગઈ તા.૨૫-૯-૧૯ના રોજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુ. ર. નં. ૭૯/૨૦૧૯ થી આઈ.પી.સી. કલમ - ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે.) ૩૦૬, ૫૧૧, ૫૦૬ (૨) તથા પોકસો એકટની કલમ - ૩, ૪ અન્વયે ભોગ બનનાર ફરીયાદીએ મેહુલભાઈ દિનેશભાઈ વકાતર વિરૂદ્ધ ફરીયાદ આપેલી જે ફરીયાદમાં જણાવેલ કે આરોપીએ ભોગ બનનારને અપહરણ કરી વિરપુર રાધે ગેસ્ટ હાઉસ ખાતે ભોગ બનનારની મરજી વિરૂદ્ધ બળજબરીથી બદનામ કરેલ હોય અને લગ્ન કરવાનુ જણાવેલ હોય અને લગ્ન કરવાની ના પાડેલ હોય જેથી ભોગ બનનારને લાગી આવતા ભોગ બનનારે પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મહત્યા કરવાની કોશીષ કરેલ તે મતલબની ભોગ બનનાર ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ ફરીયાદ કરેલ હતી.

ઉપરોકત ફરીયાદના અનુસંધાને મેહુલભાઈ દિનેશભાઈ વકાતરએ ગોંડલના મહે. સેશન્સ કોર્ટમાં ફો.પ. અ. નં. ૬૪૩ / ૨૦૧૯ થી રેગ્યુલર જામીન મેળવવા અરજી ગુજારેલ જે જામીન અરજીમાં મેહુલભાઈ દિનેશભાઈ વકાતરના વકીલશ્રી ભાવેશ આર. બાંભવાએ કાયદાકીય દલીલ કરેલ જે દલીલ સાથે વડી અદાલતોના જજમેન્ટ્સ રજૂ રાખેલા અને મેહુલભાઈ દિનેશભાઈ વકાતરની જામીન અરજી મંજૂર કરેલ છે.

આ કામે આરોપી મેહુલભાઈ દિનેશભાઈ વકાતર વતી રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી ભાવેશ આર. બાંભવા, મનીષ વી. કોટક, અભય એચ. ખખ્ખર, સંજય પી. મહેતા, એઝાઝ એચ. જુણાચ વગેરેે વકીલો રોકાયેલા.

(3:34 pm IST)