રાજકોટ
News of Monday, 19th November 2018

વોર્ડ નં. ૧પ ના વિવિધ વિસ્તારમાં ૪.૧પ કરોડના ખર્ચે વિકાસકામો થશે

કોંગી કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, મકબુલભાઇ, ભાનુબેન તથા માસુબેનના પ્રયત્નો સફળઃ વિસ્તારવાસીઓ દ્વારા સન્માન

રાજકોટ તા.૧૯: મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૫ના કોંગ્રેસના કોર્પોરેટરોએ જાગૃત રહી અને હર હંમેશ લોકોના કામ કરવા માટે તત્પર રહ્યા છે. જે અન્વયે વોર્ડ નં. ૧૫ જાગૃત કોર્પોરેટરો દ્વારા વોર્ડ નં.૧૫ના વિવિધ વિસ્તારોમાં રૂા. ૪.૧૬ કરોડના વિકાસ કામો મંજુર કરાવી લીલીઝંડી અપાવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વોર્ડ નં. ૧૫ના કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, મકબુલભાઇ દાઉદાણી, ભાનુબેન સોરાણી, માસુબેન હેરભાએ અથાક પ્રયત્નોથી વિકાસ કામો મંજુર કરાવ્યા છે જે નવા મંજુર કરાવેલ છે. તે કામો વર્ષોથી પેન્ડીંગ હતા તે બદલ વિસ્તારના લોકોએ ચારેય કોર્પોરેટરનું સન્માન કરેલ હતું.

આમ,રામનગર ઇન્ડસ્ટ્રીઝ તથા આજી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ડ્રેનેજલાઇન, મેટલીંગ તથા પાણીની પાઇપલાઇન સહિતના કુલ રૂા. ૪.૧૬ કરોડના ખર્ચે આ વિસ્તારમાં નવા વિકાસ કામો મંજુર કરાવી અને વિસ્તારવાસીઓના પ્રશ્નો હલ કર્યા છે જેથી આ તમામ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

આ કામો મંજુર કરાવી અને તાત્કાલ્કિ ધોરણે વહીવટી કામગીરી પૂર્ણ કરી અને કામ શરૂ કરવા કોંગી કોર્પોરેટરોએ લોકોને ખાતરી આપેલ છે જેથી ટૂંક સમયમાં જ આ ૪.૧૬ કરોડના વિકાસ કામોનું ખાતમુર્હૂત કરવામાં આવશે. તેવું અંતમાં કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

(4:36 pm IST)