શિક્ષણ સમિતિનાં ચેરમેનપદે પુનઃનિયુકત નરેન્દ્રસિંહ ઠાકુરને શુભેચ્છા પાઠવતાં ઉદય કાનગડ
રાજકોટ, તા.૧૯: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનને અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા આજરોજ નવા ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવેલ. જેમાં નરેન્દ્રસિંહ ઠાકુરને ફરી અઢી વર્ષ માટે ચેરમેન તરીકે ચૂંટવામાં આવેલ તેમજ વાઈસ ચેરમેન તરીકે ફરી મહિલાને પ્રતીનીધીતીત્વ આપવા માટે ભારતીબેન રાવલને ચૂંટવામાં આવેલ છે. આ માટે બંને પદાધિકારીશ્રીઓને શુભેચ્છા પાઠવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર તથા શ્રી ભારતીબેન રાવલની રાહબરી હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓના સાર્વત્રિક વિકાસ બાબતે ખુબ પ્રગતિ થાય તેવી શુભકામના પાઠવું છું.