રાજકોટ
News of Monday, 19th November 2018

પીડીયુ મેડીકલ કોલેજ લાયબ્રેરીમાં બુક ટોક- નિબંધ સ્પર્ધા સહીતના આયોજનો

રાજકોટ તા. ૧૯ : સમગ્ર રાષ્ટ્રમાં ગ્રંથાલય સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે મેડીકલ કોલેજ ખાતેની સેન્ટ્રલ લાયબ્રેરીમાં રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરાઇ રહી છે.

કોલેજ ડીન ડો. ગૌરવીબેન ધ્રુવની યાદીમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ લાયબ્રેી વિભાગમાં રાષ્ટ્રીય ચેતના જાગે અને માનવીના જીવનમાં લાયબ્રેરીની ઉપયોગીતા સમજાય તેવા હેતુથી તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ માટે બુક ટોક (ચર્ચા)નું આયોજન કરાયુ હતુ. સાથો સાથ નિબંધ સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. સોમ-મંગળ બે દિવસ આંતરરાષ્ટ્રીય કક્ષાના જયદીપ પબ્લીકેશન દ્વારા તબીબી વિદ્યાશાખા માટે બુક એકઝીબીશન સેન્ટ્રલ લાયબ્રેરી ખાતે કરાયુ છે. જાણીતા તત્વચિંતક યુવા વિચારક પ્રા. મનીષભાઇ રાવલ દ્વારા આજે સોમવારે સાંજે ૪ વાગ્યે 'માનવીય જીવનમાં પુસ્તકો અને વાંચનનું મહત્વ' વિષય પર તબીબો અને વિદ્યાર્થીઓ માટે વકતવ્ય રાખેલ છે.

સમગ્ર કાર્યક્રમોના આયોજનો માટે ટીમના ડો. જી. યુ. કાવઠીયા (પ્રોફ.ઇનચાર્જ), વર્ષાબેન જોષી, ચાર્મી ચાવડા, રાહુલભાઇ સોલંકી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:37 pm IST)