રાજકોટ
News of Tuesday, 19th October 2021

બેંક ઓફ બરોડા દ્વારા 'બરોડા કિશાન પખવાડા' શ્રેણી ૩૧મી સુધી ચાલશે

રાજકોટ : બેંક ઓફ બરોડા ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો બરોડા કિશાન પખવાડા અંતર્ગત ચોથી આવૃતિ શરૂ થઇ છે. તા. ૩૧ ઓકટોબર સુધી ખેડૂતોના લાભ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. બેંક ઓફ બરોડાના ઝોનલ હેડ વિજયકુમાર બસેઠાના જણાવ્યા મુજબ એગ્રીટેક કંપનીઓએ સંપુર્ણ કૃષિ ઇકોસિસ્ટમ્સ અને કૃષિ વિશેનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. જેને લીધે ઓછા ખર્ચ વૃધ્ધિ માટે નવી તકોનુ સર્જન થયુ છે. દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યુ છે. ત્યારે બેંક ઓફ બરોડા કૃષિ સંલગ્ન ઉદ્યોગોની સતત વૃધ્ધિમાં રોકાણ કરવા કટિબધ્ધ બની છે. બરોડા કિશાન કાર્યક્રમ અંતર્ગત બેંક દ્વારા કૃષિ કેન્દ્રિત વિવિધ યોજનાઓ પ્રસ્તુત કરી છે. વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે એ જરૂરી છે. બેંકની નવી સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સિસ્ટમ્સ એકસુત્રતા ઝડપી ધિરાણ અને નિતીનીયમોનું શ્રેષ્ઠ પાલન સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છે કે બરોડા કિશાન પખવાડાની આવૃતિમાં ફિઝીકલ અને વર્ચ્યુઅલ ચૌપાલ કિશાન મેલા, જમીન, પશુઓ અને ખેડૂતો માટે હેલ્થ કેમ્પના આયોજન દ્વારા ખેડૂતો સુધી પહોચી છે. બેંકને વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ ખેડૂતો સાથે જોડાણ કરવા બદલ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પણ મળ્યુ હતુ.

(4:21 pm IST)