રાજકોટ
News of Monday, 19th October 2020

રવિવારે રજાના દિવસે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસના ૧૪૭ દસ્તાવેજની નોંધણી કરવામાં આવી

રાજકોટ,તા. ૧૯ : જાહેર રજાના દિવસે હવે સબરજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજની કામગીરીનો પ્રારંભ થયો છે.

રાજકોટ સબ રજીસ્ટાર કચેરી વિભાગ -૬ (મવડી) વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજનાના દસ્તાવેજોની નોંધણી માટે કચેરીમાં વેઈટીંગ હળવુ કરવા માટે નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજય ગાંધીનગર શ્રી દિનેશભાઈ પટેલને રાજકોટ જીલ્લા નોંધણી નિરીક્ષક શ્રી એસ.એમ. સવાણીની રજૂઆતને ધ્યાને લઈ ગઈકાલે તા.૧૮ના બીજા નોરતે રવિવારે જાહેર રજાના દિવસે કચેરી ચાલુ રાખવામાં આવેલ. જે અંતર્ગત સબ રજીસ્ટાર શ્રી જી.સી. બરવાડીયા તથા વધારાના સબ રજીસ્ટાર તરીકે જી.એસ. રામપરીયાને ચાર્જ સોંપી દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી.

સબ રજીસ્ટાર કચેરી મવડીમાં જગ્યાના અભાવે સબ રજીસ્ટાર કચેરી ઝોન (૫) મવાના સબ રજીસ્ટાર શ્રી વી.બી. ટંકારીયા તથા ઝોન -૭ના તમામ સ્ટાફ તથા ઓપરેટરની મદદથી ૧૪૭ દસ્તાવેજોની નોંધણી કરી રૂ.૧૬,૯,૨૨૫ની સ્ટેમ્પ ડ્યુટી તથા, રૂ.૩૧૮૭૦ની નોંધણી ફરી વસૂલ કરી સરકારમાં જમા કરાવેલ છે.

આ કામગીરીમાં શ્રી સવાણીના માર્ગદર્શન હેઠળ સબ રજીસ્ટાર શ્રી બરવાડીયા, શ્રી ટંકારીયા, શ્રી રામપરીયા તથા ગુજરાત ઈન્ફોટેક કંપનીના સુપરવાઈઝર ભાવિકભાઈ શાહ, કોમ્પ્યુટર ઓપરેટર કૌશિક ટીલાવત, કિશન પંડિત, હિરેન સોની, જેનીશ, ધવલ, રાહુલ, કૌશિક, જયદીપ, રવિ અને દિપક સહિતના ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી.

આ કામગીરી થવાથી અરજદારોએ આનંદની લાગણી અનુભવી હતી. તમામ અરજદારોને દસ્તાવેજોની નોંધણી કરી સ્કેનીંગ અંગેની કામગીરી પૂર્ણ કરી અસલ દસ્તાવેજો પરત કરવામાં આવેલ.

આ તમામ દસ્તાવેજો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની મિલ્કતના હતા. જે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ તેમના દ્વારા નિયુકત વકીલશ્રીઓ હાજર રહ્યા હતા.

(3:57 pm IST)