રાજકોટ
News of Monday, 19th October 2020

લ્યો હવે આ બાકી હતું...ફ્રુટનો ધંધાર્થી તાહીરશા ભાડે આપવા રેંકડી ચોરતો'તોઃ છ રેંકડીઓ ચોરી

માલવીયાનગર પોલીસે એક સગીરને પણ સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૯ : શહેરમાં શાકભાજી અને ફ્રુટના ધંધાર્થીઓના પોતાનું જીવનનિર્વાહ ચલાવવા માટેનું મુખ્ય સાધન રેંકડી ચોરીઓના બનતા બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ.કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે. ઝાલા, હેડકોન્સ મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, રોહીતભાઇ, મહેશભાઇ, ભાવેશભાઇ, હંસ્વાલસિંહ, અને હિતેષભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે તાકીરશા ઇબ્રાહીશા રફાઇ (ઉ.૩૦) (રહે. સદરબજાર શેરી નં.૩માં ભાડે મૂળ જુનાગઢ)ને રૂ.૪૮૦૦૦ ની કિંમતની છ ચોરાઉ રેકડી સાથે પકડી લીધો હતો તાહીરશા અગાઉ જુનાગઢમાં બળાત્કાર , તથા મારા મારીના ગુનામાં પકડાઇ ચુકયો છેતેણે છોટુનગર પાસેથી પાંચ અને ગૌતમનગર મેઇન રોડ પરથી એક રેંકડી ચોરી કરી હતી. તેની સાથે પોલીસે સગીરને પણ પકડી લીધો હતો.

(3:55 pm IST)