રાજકોટ
News of Monday, 19th October 2020

વર્ચ્ચુઅલ નવરાત્રી મહોત્સવઃ કલાકારો સાથે માતાજીની આરાધના

રાજકોટઃ ગાયક કલાકારો દ્વારા વર્ચ્ચુઅલ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. જેનુ કર્તવ્ય ચેનલમાં જીવંત પ્રસારણ કરવામાં આવે છે. પ્રથમ નોરતામાં સરગમ કલબના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળાના હસ્તે આરતી કરવામાં આવી હતી. દરરોજ અલગ-અલગ કલાકારો સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે.

આયોજનમાં ધર્મેશ મકાતી, મયુર બુધ્ધદેવ, દેવ ભટ્ટ, માંનો ગરબો આયોજન સમિતીના મિલન ગોહીલ, જયેશ દવે, જય દવે, કેયુર પોટા, ધર્મેશ પાટડીયા, કલ્પેશ કાચા, દર્શીત કાચા, રમેશ હીરપરા, રાજેશ મજેઠીયા, નિરવ રાયચુરા, કમલેશ ડોડીયા, ઇમરાન જેરીયા, કેયુર બુધ્ધદેવ જોડાયા છે.

(3:52 pm IST)