નીટ અને જેઇઇ પરિણામમાં પ્રીમિયર સ્કુલની વિજય કુચ
રાજકોટ : તાજેતરમાં મેડીકલ પ્રવેશ માટે લેવાયેલ નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થતા અહીની પ્રીમિયર સ્કુલના વિદ્યાર્થીઓએ ઝળહળતી સિધ્ધી મેળવી ગૌરવ વધારેલ છે. આ શાળાના ૨૧૫ વિદ્યાર્થીઓમાંથી ૬ વિદ્યાર્થીને ૬૮૦ થી વધુ ગુણ મળ્યા છે. ૧૭ વિદ્યાર્થીઓને ૬૫૦ થી વધુ ગુણ અને ૩૩ વિદ્યાર્થીઓને ૬૦૦ થી વધુ ગુણ મળ્યા છે. ૫૫૦ થી ઉપર ગુણ મેળવનારા ૬૦ અને ૫૦૦ થી ઉપર ગુણ મેળવનારા ૮૮ વિદ્યાર્થીઓ છે. આમ નીટ અને જેઇઇમાં આ શાળાએ વિજય કુચ કરી છે. વિદ્યાર્થીઓને નેશા દેસાઇ, નીરવ બદાની, મુકેશ તિવારીના માર્ગદર્શન હેઠળ કોરો મેનેજમેન્ટ ગ્રુપના શિક્ષકો દ્વારા વીકલી ટેસ્ટ લઇ ઉત્તમ મટીરીયલ પુરૂ પાડવામાં આવેલ. આ શાળા છેલ્લા ૭ વર્ષથી શ્રેષ્ઠતમ પરિણામો આપી રહી છે. જેની આ વર્ષે પણ પ્રતિતિ કરાવી હતી. ધો.૧૦ માં સતત બીજા વર્ષે ૧૦૦% પરીણામ આપેલ. વિજય કુચમાં સહભાગી થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓ કેતન શાહ (૬૯૫), અક્ષર છગ (૬૯૦), જયોતિ રંગાણી (૬૮૫), ઇશીત ઠાકર (૬૮૫), રાજ શાહ (૬૮૧), દેવાંશી રાયચુરા (૬૮૦) ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.