રાજકોટ
News of Monday, 19th October 2020

લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૧૯: જામનગરના કેતન દામજી કાસુન્દ્રા વિરૂધ્ધ રાજકોટમાં રહેતી સ્ત્રી મિત્ર મહિલાએ કરેલ ફરીયાદમાં ભારતીય દંડની કલમ ૩૭૬, ૪૦૬, ૫૦૪ મુજબના ગુન્હાની એફ.આઇ.આર.રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાતા આરોપીની ધરપકડ થયેલ તેમાં આરોપીએ રાજકોટના સેસન્સ જજ કાસુન્દ્રાને જામીન મુકત કરવા હુકમ ફરમાવેલ છેે.

આ કેસની વિગતે મુળ વતન જસદણ અને હાલ રાજકોટમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી કરી રહેણાંક કરતી મહીલાએ તેના મુહ બોલા ભાઇ મારફત કેતન કાસુન્દ્રાની ઓળખાણ થતા ફ્રેન્ડશીપ થયેલ તેમા મુહ બોલા ભાઇએ ફરીયાદીનો મોબાઇલ નંબર આરોપીને આપેલ અને બંને વચ્ચે વાતચીત થતી અને સને-૨૦૧૯માં આરોપીએ રાજકોટ આત્મીય કોલેજ પાસે ફરીયાદીને મળવા બોલાવી ત્યાંથી ફરવા ગયેલ અને એક બીજા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ અને ત્યારબાદ બે વખત દિવ મુકામે ફરવા ગયેલ ત્યાં સી-વ્યુ ઘોઘલા બીચ પાસે આવેલ હોટલમાં બે દિવસ રોકાણ નિમીતે દિવ થયેલ ત્યાં પણ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધેલ બાદ લગ્ન નહી કરી છેતરપીંડી કરી ભુંડી ગાળો આપી બહાના કાઢી બોલાચાલી કરી ઝગડો કરેલ જે અન્વયે થયેલ ફરીયાદમાં કેતન કાસુન્દ્રાની ધરપકડ થતા સેસન્સ અદાલત સમક્ષ આરોપીની જામીન અરજીમાં ફરીયાદીએ આરોપી સાથે લીધેલી સેલ્ફી ફોટોગ્રાફસ તથા એસ.પી.જામનગરને આરોપીએ અગાઉ કરેલ ફરીયાદ વિગેરે દસ્તાવેજી પુરાવા રજુ રાખી આરોપીના એડવોકેટ મારફતની ધારદાર રજુઆતો તથા વડી અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઇ નામ.અદલતે આરોપીને જામીન મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આરોપી કેતન દામજી કાસુન્દ્રા વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા, હિેરન ડી.લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીગા, મૌલીક ગોધાણી, કરણ ડી.કારીયા (ગઢવી), શીરાકમુદીન એમ. શેરશીયા, કાજલબેન ખસમણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, તથા મયુર એચ.ગોંડલીયા રોકાયેલ હતા.

(3:44 pm IST)