રાજકોટ
News of Monday, 19th October 2020

વોર્ડ નં. ૯માં નીલકમલ પાર્ક સેલ્સટેક્ષ સોસાયટીમાં પેવિંગ બ્લોકનું ખાતમુર્હૂત કરાવતા અંજલીબેન રૂપાણી

રાજકોટ : વોર્ડ નં. ૯માં આવેલ નીલકમલ પાર્ક તેમજ સેલ્સટેક્ષ સોસાયટી મેઇન રોડ ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી રૂ. ૧૦ લાખના ખર્ચે પેવિંગ બ્લોક કામનો પ્રારંભ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે થયો તે વખતની તસ્વીર આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયાની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ. આ તકે વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળ તેમજ મહામંત્રી વિરેન્દ્ર ભટ્ટ, વોર્ડના મહીલા મોરચાના પ્રમુખ જાગૃતિબેન ભાણવડીયા, ડો. શીલુસાહેબ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(2:44 pm IST)