રાજકોટ
News of Monday, 19th October 2020

નીટની પરીક્ષામાં ક્રિષ્ના સ્કુલનો ઉજવળ દેખાવ

રાજકોટ : આજે જાહેર થયેલ નીટ-૨૦૨૦ ના પરિણામોમાં ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કુલે સારો દેખાવ કર્યો છે. શાળાના માનિત માત્રવાડીયા ઓલ ઇન્ડિયા રેન્ક ૧૦ અને ૭૨૦ માંથી ૭૧૦ માર્કસ સાથે ગુજરાત પ્રથમ નંબર પર આવેલ છે. તેમજ ધ્રુવ રાયચુરા ૬૪૫ માર્કસ, યશ સેવરા પ૬૮ માર્કસ, નિશિત સખીયા ૫૪૨, વાસુ જારસાનીયા ૫૪૦ માર્કસ, આયુષ સગપરિયા પ૨૭ માર્કસ, પ્રેક્ષા સાપરિયા ૫૦૯ માર્કસ, હસ્તી ડોબરીયા ૫૦૦ માર્કસ સાથે શાળાનું ગૌરવ વધારેલ. આ સિધ્ધી મેળવનાર વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ગજેરા, શ્રીમતી તૃપ્તીબેન ગજેરા અને શાળા પરિવારે શુભેચ્છા પાઠવેલ.

(2:38 pm IST)