રાજકોટ
News of Monday, 19th October 2020

રાજકોટ યાર્ડમાં મગફળીની આવકો બંધ કરાતા ખેડૂતો નુકશાનીમાંથી બચી ગયા

વરસાદની આગાહીના પગલે આવકો બંધ કરાઇ'તીઃ આવકો માટે કાલે નિર્ણય લેવાશે

રાજકોટ તા. ૧૯ :.. ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં પડેલ કમોસમી વરસાદના રાજકોટ યાર્ડમાં મગફળીની આવકો બંધ કરાઇ હોય ખેડૂતો મોટી નુકશાનીમાંથી બચી ગયા હતાં.

યાર્ડના સેક્રેટરી બી. આર. તેજાણીના જણાવ્યા મુજબ હવામાન ખાતાની વરસાદની અગાહીના પગલે રાજકોટ યાર્ડમાં મગફળીની આવકો બંધ કરાઇ હતી. અને ખેડૂતો મોટી નુકશાનીમાંથી બચી ગયા હતા જો કે, રાજકોટ યાર્ડમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકશાન ન થાય તે માટે ઉભા વાહનોમાં જ મગફળીની હરરાજી કરાઇ છે. ચાલુ વર્ષે મગફળીના બમ્પર વાવેતરના પગલે હાલમાં યાર્ડમાં પ૦ થી ૬૦ હજાર મગફળીની ગુણીની આવકો થાય છે. ગઇકાલના વરસાદમાં રાજકોટ યાર્ડમાં કોઇ નુકશાની થયેલ નથી.

મગફળીની આવકો શરૂ કરવા અંગે આવતીકાલે નિર્ણય લેવાશે તેમ અંતમાં યાર્ડના સેક્રેટરી બી. આર. તેજાણીએ જણાવ્યું હતું.

(12:40 pm IST)