રાજકોટ
News of Monday, 19th October 2020

પાંચ વર્ષ : ૩૮૮૮.૧૮ કરોડના વણથંભ્યા વિકાસકામો : ઉદય કાનગડ

ઇતિહાસ આલેખ્યો... યાદ રાખશે પ્રજા : મહામારીમાં પણ વિકાસકામો નથી અટકયા : છેલ્લા બોર્ડમાં સ્ટેન્ડીંગ ચેરમેનનું ભાવવાહી ઉદ્બોધન : સૌની યોજનાથી પાણીની કટોકટી દુર : સ્માર્ટ સીટી પ્રોજેકટ - ઓવરબ્રીજ - અન્ડરબ્રીજ : નવી લાઇબ્રેરીઓ - ઓડિટોરીયમ - કોમ્યુનિટી હોલ : અર્બન ફોરેસ્ટ - ગાંધી મ્યુઝિયમ : આંતરરાષ્ટ્રીય કક્ષાના રમત-ગમત મેદાનોઃ ૬૦ વર્ષમાં કોંગ્રેસની સરકારોએ રાજકોટને જેટલું નથી આપ્યું તેટલું પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપ્યું

રાજકોટ તા. ૧૯ : મહાનગરપાલિકાની ચાલુ ટર્મ ૨૦૧૫-૨૦૨૦ની આજે મળેલી અંતિમ સામાન્ય સભામાં સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે પાંચ વર્ષના શાસનકાળનો હિસાબ રજુ કર્યો હતો. ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીના પાંચ વર્ષમાં ફકત નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી કે રસ્તા જેવા પ્રાથમિક સુવિધાઓના કામો જ નહિ પરંતુ લાઈબ્રેરીઓ, ઓડીટોરીયમ, સ્વીમીંગપુલ, નવા અન્ડરબ્રીજ અને ઓવરબ્રીજ જેવા અનેક વિકાસકામો કરવામાં આવ્યા છે. રાજકોટની જનતાએ કરવેરા પેટે  ચૂકવેલી પાઈ-પાઈનો સદઉપયોગ કર્યો છે એટલું જ નહિ વેરાપેટે ચૂકવેલી રકમ સવાઈ કરીને પ્રજાજનોને નવી સુવિધાઓની ભેટ આપી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાજકોટના વિકાસની સતત ચિંતા કરી છે અને મોઢે માંગ્યુ આપ્યું છે અને વગર માંગ્યે પણ આપ્યું છે.

પાંચ વર્ષના શાસનકાળનો હિસાબ આપતા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે રજુ કરેલા રિપોર્ટ કાર્ડમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રયાસોથી રાજકોટનો પાણી પ્રશ્ન ભૂતકાળ બની ગયો છે. આજી, ન્યારી અને ભાદર ડેમ નર્મદા નીરથી છલકાવીને નવો ઇતિહાસ આલેખાયો છે. દેશના ૧૦૦ સ્માર્ટસિટીમાં રાજકોટ ૩૯માં ક્રમે છે. દેશના સ્વચ્છ શહેરોમાં રાજકોટનું છઠ્ઠું સ્થાન છે. ટ્રાફિક સમસ્યાને ઉકેલવા ત્રણ અન્ડરબ્રીજ / ઓવરબ્રીજ પ્રોજેકટ સાકાર કરાયો છે. અને ત્રણ પ્રોજેકટ નિર્માણાધીન છે. કે.કે.વી. ચોકમાં ઓવરબ્રીજ, જડુસ રેસ્ટોરન્ટ પાસે ઓવરબ્રીજ, નાનામવા અને રામાપીર ચોક ખાતે ઓવરબ્રીજ બનાવવાના કામના ટેન્ડર પ્રોસેસમાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ શહેરમાં કોઠારીયા, વાવડી, માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મનહરપુરા-૧ અને મોટામવા સહિતના સાત - સાત ગામો ભળ્યા છે. છતા વિકાસમાં કોઈ ઓટ આવી નથી. ઉલટું તે ગામોમાં વિકાસકામો શરૂ થઇ ગયા છે.

વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ (કોરોના)ના સમયગાળામાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ શહેરીજનોની સેવા કરવામાં અને જનઆરોગ્યની કાળજી લેવામાં કોઈ કસર છોડી નથી. સાત – સાત મહિનાથી ચાલતી કોરોના વોર છતા વિકાસને ઝાંખપ લાગવા દીધી નથી. ૨૦ શહેરીજનોને કોરોનાથી બચાવવા મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને તંત્ર વાહકોએ દિવસ-રાત એક કર્યો છે. રાજકોટની રક્ષા કરવામાં મહાનગરપાલિકા તંત્ર કયારેક કંઇક ટૂંકું પડ્યું હશે, તો રાજય સરકાર અને કેન્દ્ર સરકારે વ્હારે આવીને રાજકોટવાસીઓની કોરોનાથી રક્ષા કરી છે. વિશ્વમાં ૧૦૦ વર્ષે એકવાર આવે તેવી મહામારી સામે લડવામાં પણ ભાજપના શાસકો કે મહાપાલિકાના તંત્રવાહકો પાછા પડ્યા નથી તે બદલ સૌને બિરદાવું છું.

નકારાત્મક માનસિકતા ધરાવતા વિપક્ષ કોંગ્રેસના મિત્રોએ છેલ્લા પાંચ વર્ષમાં કયારેય એક પણ સામાન્ય સભામાં બૌધિક ચર્ચા કરી નથી કયારેય વિકાસકામોમાં સહકાર આપ્યો નથી તેમ છતા ભાજપના શાસકોએ કાયમ તેઓને લોકશાહી ઢબે બોલવાની તક આપી છે. અને પક્ષાપક્ષી જોયા વિના વિપક્ષના નગરસેવકોના વોર્ડમાં પણ ભેદભાવ વગર વિકાસકામોની વણઝાર સર્જી દીધી છે.

મહાનગરપાલિકાની મહતમ સેવાઓ જેવી કે બર્થ અને ડેથ સર્ટી, મિલકતવેરો સહિતના કરવેરા, આધાર કાર્ડ, સિટીબસ સેવાના પાસ, લગ્ન નોંધણી, સ્પોર્ટ્સ સંકુલ, કોમ્યુનીટી હોલ બુકિંગ, સ્વીમીંગપુલ અને લાઈબ્રેરીઓની મેમ્બરશીપ સહિતની તમામ સુવિધાઓ ઓનલાઈન કરવામાં આવી છે. જેથી અરજદારોને કચેરીએ આવ્યા વિના જ સેવાઓનો લાભ મળે છે. જે પણ નાગરીક સુવિધા ક્ષેત્રે સિધ્ધી છે. છેલ્લા પાંચ વર્ષમાં ૫,૦૧,૦૦૦થી વધુ શહેરીજનોએ વિવિધ ઓનલાઈન સુવિધાઓનો લાભ લીધો છે. અને લગભગ ૧,૦૦,૦૦૦ લોકોએ ઓનલાઈન એપ્લીકેશન અથવા વેબસાઈટ મારફતે ફરિયાદો નોંધાવેલ છે.

રસ્તાકામ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ રસ્તા ટકાઉ અને મજબુત બંને તથા નાગરિકોને સારી સુવિધા મળે તે માટે છેલ્લા થોડા વર્ષોથી ગેરેંટીથી રસ્તા બનાવવાનું ચાલુ કરવમાં આવેલ છે. શહેરના ત્રણેય ઝોનમાં એકશન પ્લાન અંતર્ગત તથા ટી.પી.ના રોડ, મોન્સુન ગ્રાન્ટના કામો તથા માન.ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રસ્તાનું કામ ખુબ સારી રીતે હાથ ધરવામાં આવેલ છે. છેલ્લા ૦૫ વર્ષમાં રસ્તાના કામોની વિગત જોતા સને ૨૦૧૫-૧૬માં અંદાજે રૂ.૨૨.૫૦ કરોડના ખર્ચે પેવર એકશન પ્લાન અંતર્ગત આશરે ૭૦ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા કરવામાં આવેલ. સને ૨૦૧૬-૧૭માં રૂ.૧૨.૭૦ કરોડ ખર્ચે પેવર એકશન પ્લાન અંતર્ગત આશરે ૪૮ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા કરવામાં આવેલ. સને ૨૦૧૭-૧૮માં રૂ.૨૩.૪૦ કરોડના ખર્ચે પેવર એકશન પ્લાન અંતર્ગત આશરે ૫૮.૬૩૯ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા કરવામાં આવેલ. સને ૨૦૧૮-૧૯માં રૂ.૨૮.૨૪ કરોડના ખર્ચે પેવર એકશન પ્લાન અંતર્ગત આશરે ૭૦ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા કરવામાં આવેલ. સને ૨૦૧૯-૨૦માં રૂ.૨૫.૦૫ કરોડના ખર્ચે પેવર એકશન પ્લાન અંતર્ગત આશરે ૬૨ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા કરવામાં આવેલ.

આ ઉપરાંત સને ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ દરમ્યાન અંદાજે રૂ.૧૮ કરોડના ખર્ચે ટી.પી. રસ્તા પણ કરવામાં આવેલ.

ચોમાસામાં અતિભારે વરસાદને કારણે રસ્તાને નુકશાન થાય તે સ્વાભાવિક છે. પરંતુ તે સામે રાજયના મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકોની સુખાકારી માટે રસ્તા મરામત માટે મોન્સુન ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. આ ગ્રાન્ટમાંથી સને ૨૦૧૭-૧૮માં રૂ.૨૬.૪૯ કરોડના ખર્ચે આશરે ૫૮ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા મરામત કરવામાં આવેલ જયારે સને ૨૦૧૯-૨૦ દરમ્યાન રૂ.૨૬.૬૩ કરોડના ખર્ચે આશરે ૪૬ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા મરામત કરવામાં આવેલ. આ ઉપરાંત ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રૂ.૩.૯૪ કરોડના ખર્ચે આશરે ૧૦ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા મરામત કરવામાં આવેલ.

આ ઉપરાંત રસ્તામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાઈપ લાઈનના કામો, પી.જી.વી.સી.એલ.ના લાઈનના કામો, બી.એસ.એન.એલ. કે જી.એસ.પી.સી. સહિતની અન્ય એજન્સીના કામોને કારણે થયેલ ખોદાણના ચરેડા બુરાણ માટે સને ૨૦૧૫-૧૬ રૂ.૧૯૯.૯૯ લાખના ખર્ચે રસ્તા મરામત કરવામાં આવેલ. સને ૨૦૧૬-૧૭માં રૂ.૧૪૯.૬૨ લાખના ખર્ચે રસ્તા મરામત કરવામાં આવેલ. સને ૨૦૧૭-૧૮માં રૂ.૨૯૪.૭૯ લાખના ખર્ચે રસ્તા મરામત કરવામાં આવેલ. સને ૨૦૧૮-૧૯માં રૂ.૩૫૬.૪૩ લાખના ખર્ચે રસ્તા મરામત કરવામાં આવેલ. સને ૨૦૧૯-૨૦માં રૂ.૩૮૭.૮૨ લાખના ખર્ચે રસ્તા મરામત કરવામાં આવેલ.

વોટર વર્કસ

છેલ્લા ૦૫ વર્ષમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી પુરવઠા માટે અંદાજે રૂ.૧૨૭ કરોડના ખર્ચે બેડી પાણી પુરવઠા યોજના અંતર્ગત હળલાથી બેડી સુધી પાઈપ લાઈન નાખવાનું કામ, રૈયાધારથી બેડી, કાલાવડ રોડ પર કણકોટ પાટિયાથી ન્યારી ફિલ્ટર પ્લાન્ટ, બેડીથી જયુબેલી સુધી એમ.એસ. ટ્રાન્સમિશન મેઈન લાઈન નાખવાનું કામ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વોર્ડ નં.૧૮ના કોઠારીયા વિસ્તાર, શહેરના વોર્ડ નં.૦૭ તથા ૧૪ના ડી.આઈ. પાઈપ લાઈન નાખવાનું કામ તથા રીબડા ફિલ્ટર પ્લાન્ટ, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ, આજી ફિલ્ટર પ્લાન્ટમાં જરૂરી રિપેરિંગ રીનોવેશનનું કામ કરવામાં આવેલ છે.

અમૃત યોજના અંતર્ગત વાવડી વિસ્તારમાં ૩૦ લાખ લીટરનો ESR તથા ૧૦૦ લાખ લીટરનો GSR તથા પંપ હાઉસ, જેટકો ચોકડી પાસે ૫૦ એમ.એલ.ડી.નો નવો ફિલ્ટર પ્લાન્ટ, કોઠારીયા વિસ્તારમાં સ્વાતી પાર્ક ખાતે ૩.૦૦ એમ.એલ.નો ESR તથા ૧૨ એમ.એલ. GSR, જીલ્લા ગાર્ડન ખાતે ૩.૦૦ એમ.એલ.નો ESR તથા ૧૦ એમ.એલ. GSR, રૈયાધાર ખાતે હયાત ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં નવો ૫૦ એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ વિગેરે કામો હાથ ધરવામાં આવેલ.

આ ઉપરાંત જુદા જુદા ફિલ્ટર પ્લાન્ટની મશીનરીમાં જરૂરિયાત મુજબ સુધારા વધારા કરવા, તેમાં જરૂરી ઇલેકટ્રોનિક કે મીકેનીકલ ફેરફાર કરવા, જરૂરી એસેસરીઝ લેવી, તેનું યથાયોગ્ય ઓપરેશન અને મેઇન્ટેનન્સ કરવા માટે લગભગ રૂ.૨૪ કરોડ જેવો ખર્ચ કરવામાં આવેલ છે. જયારે પાઈપ લાઈન નીભાવ મરામત તથા વાલ્વ ઓપરેટીંગ વિગેરે માટે રૂ.૪૫.૪૨ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.

ડ્રેનેજ કામો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ કામ અંતર્ગત છેલ્લા ૦૫ વર્ષમાં એકંદરે રૂ.૧૫૦ કરોડના ખર્ચે આ કામો કરવામાં આવેલ છે. આ ઉપરાંત જુદા જુદા વોર્ડમાં અને નવા ભળેલ વિસ્તારોમાં ડ્રેનેજની પાઈપ લાઈનો નાખવી, મેનહોલ ચેમ્બર તથા હાઉસ કનેકશન ચેમ્બરનું કામ હાથ ધરવામાં આવેલ છે. જે માટે અંદાજે રૂ.૩૯૫ કરોડનું ખર્ચ કરવામાં આવેલ છે.

ઓવરબ્રીજ – અન્ડરબ્રીજ

રાજકોટ શહેરમાં વાહન વ્યવહારની સુચાર વ્યવસ્થા માટે અને મુખ્ય ટ્રાફિક સર્કલ પર ટ્રાફિકજામ નિવારવા માટે સમયાંતરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારના સહયોગથી ઓવરબ્રીજ અન્ડરબ્રીજ વિગેરે કામો હાથ ધરવામાં આવે છે. તદનુસાર છેલ્લા ૦૫ વર્ષ દરમ્યાન શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા આમ્રપાલી ફાટકના સ્થાને અન્ડરબ્રીજ બનાવવાનું કામ અંદાજે રૂ.૨૫.૫૩ કરોડના હાથ ધરવામાં આવેલ છે. રેલ્વે દ્વારા હાથ ધરવામાં આવેલ કામ ટુંક સમયમાં પૂર્ણ થનાર છે. આ ઉપરાંત ગતવર્ષોમાં રૈયા ચોકડી તથા મવડી ચોકડીએ રૂ.૭૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવી લોકાર્પણ કરવામાં આવેલ છે.

હાલમાં ટ્રાફિકથી ધમધમતા અને શહેરના હાર્દસમા પાંચ રસ્તાના સર્કલ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે રૂ.૮૪.૭૧ કરોડના ખર્ચે ટ્રાયએન્ગ્યુંલરબ્રીજનું કામ ચાલુ છે. તેમજ લક્ષ્મીનગર નાલુ પહોળું કરી ત્યાં અન્ડરબ્રીજ બનાવવાનું કામ રૂ.૨૪.૯૧ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ છે. આમ એકંદરે રૂ.૨૦૦ કરોડથી વધુના ખર્ચે છેલ્લા ૦૫ વર્ષમાં આ કામો હાથ ધરવામાં આવેલ છે.

અર્બન ફોરેસ્ટ (રામ વન)

આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં ૪૭ એકર જમીન પર અર્બન ફોરેસ્ટ વિકસાવવાનું શરૂ થયું છે. ફેઇઝ-૧ અંતર્ગત આશરે રૂ.૮.૮૩ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગ, સાયકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો, પાથ-વે તેમજ બ્રીજ, પાણીના પરબ, ટોયલેટ બ્લોક, પ્લે ગ્રાઉન્ડ, ઓપન એર એમ્ફી થીએટર, બેન્ચીઝ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ, એન્ટ્રી ગેઈટ, પાર્કિંગ વિગેરે કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

રોશની વિભાગ

શહેરમાં સ્ટ્રીટ લાઈટની સુવિધામાં રાજકોટ મહાનગરપાલિકામાં ઉતરોતર વધારો કરવામાં આવેલ છે અને જરૂરી સુધારા પણ કરવામાં આવેલ છે. સને ૨૦૧૫-૧૬થી ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં ૬૩૧૭૮ જેટલી સ્ટ્રીટ લાઈટનું એલ.ઇ.ડી.માં રૂપાંતર કરવામાં આવેલ છે. જેના કારણે રૂ.૫.૬૮ કરોડ વીજબીલમાં રાહત થયેલ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના મોટાભાગના બિલ્ડીંગોમાં ૪૬૫૬ જેટલી લાઈટો એલ.ઇ.ડી.માં કન્વર્ટ કરતા વાર્ષિક રૂ.૧૯.૯૦ લાખની બચત થયેલ છે.

તેમજ વોર્ડ નં.૧૦માં નવા બનાવવામાં આવેલ કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં અધ્યતન લાઈટીંગ, સાઉન્ડ તથા એરકન્ડીશનીંગની કામગીરી રૂ.૩.૯૪ કરોડના ખર્ચે કરવામાં આવેલ છે.

સોલાર પ્લાન્ટ

છેલ્લા ૦૫ વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ફિલ્ટર પ્લાન્ટ, શ્રીમતી પ્રભાદેવી જયપ્રકાશ નારાયણ પુસ્તકાલય, દંતોપંત ઠેંગડી લાઈબ્રેરી, ડો.આંબેડકર લાઈબ્રેરી, બાબુભાઈ વૈધ પુસ્તકાલય, મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય, વીર સાવરકર હાઈસ્કુલ, શેઠ હાઈસ્કુલ, સ્માર્ટ ઘર-૩ આવાસ યોજના, પૂજય રણછોડદાસ બાપુ કોમ્યુનિટીહોલ તથા મેયર બંગલા ખાતે સોલાર પાવર પ્લાન્ટ મુકવામાં આવેલ છે. જેના કારણે વાર્ષિક ૮૩૦૫૨૦ વીજ યુનીટ જનરેટ થાય છે. તેનાથી રાજકોટ મહાનગરપાલિકાને વાર્ષિક અંદાજે રૂ.૭૦,૫૯,૪૨૦ની નાણાકીય બચત થાય છે. અને ૬૯૦ ટન કાર્બન એમીશનમાં ઘટાડો થાય છે.

બગીચા શાખા

સને ૨૦૧૫-૧૬ થી ૨૦૨૦-૨૧ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરૂદેવ પાર્ક સોસાયટી, કોઠારીયા મેઈન રોડ ઉપર હાપલીયા પાર્ક સામેના ૦૨ પ્લોટ, મધુવન સોસાયટી, ગાંધીગ્રામ દીપક સોસાયટી, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, ન્યારી ઈન્સ્પેકશન બંગલા પાસે, ન્યારી વાગુદળના રસ્તે, અંબિકા ટાઉનશીપ પાછળ તથા પોપટપરા ડો.હેડગેવાર આવાસ યોજના સામે કુલ ૧૧૬૪૨૪ ચો.મી. માં અંદાજે રૂ.૫ કરોડના ખર્ચે ગાર્ડન વિકસાવવામાં આવેલ છે.

આ ઉપરાંત હયાત બગીચામાં સુધારા વધારા કરવા, બાળક્રીડાંગણના સાધનો મુકવા, ફીઝીકલ ફીટનેસના સાધનો મુકવા, શહેરી વૃક્ષારોપણ માટે ટ્રી-ગાર્ડ આપવા વિગેરે માટે આ ૦૫ વર્ષ દરમ્યાન રૂ.૨૨ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. અને રેસકોર્ષનું બ્યુટીફીકેશન રૂ.૭.૮૧ કરોડના ખર્ચે કરવામાં આવેલ છે.

ફાયર બ્રિગેડ

રાજકોટ શહેરમાં ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓનો વ્યાપ વધારવા તેમજ વિસ્તૃતિકરણ કરવા માટે કુલ રૂ.૨૭.૫૦ કરોડનો ખર્ચ કરાયો છે અને રેલનગર અને રામાપીર ચોકડી વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન બનાવાયા છે. વધતા જતા હાઈરાઈઝ બિલ્ડીંગ તથા મલ્ટીપ્લેકસમાં આગ અકસ્માત સમયે ઉપયોગમાં લઇ શકાય તે માટે ૮૧ મીટરનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદ કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે.

તાજેતરમાં નિર્મલા કોન્વેન્ટ મેઈન રોડ ઉપર હયાત ફાયર સ્ટેશનના સ્થાને સાત માળનું ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાર્ટર્સ તથા ઓફિસર્સ કવાર્ટર્સ સહિતની સુવિધા યુકત આધુનિક બિલ્ડીંગ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. આ બિલ્ડીંગના બાંધકામ પાછળ રૂ.૮.૨૩ કરોડનો ખર્ચ થનાર છે. ચાલુ સાલે નવા ફાયર સ્ટેશનમાં સબવાહિનીની સુવિધા ઉભી કરવા ૦૫ નંગ કલોઝબોડી સબવાહિની અંદાજે રૂ.૯૫ લાખના ખર્ચે ખરીદ કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે.

પ્રદ્યુમન પાર્ક ઝુ

સને ૨૦૧૫-૧૬થી ૨૦૨૦-૨૧ દરમ્યાન પ્રદ્યુમન પાર્ક પ્રાણીસંગ્રહાલયમાં રૂ.૫.૬૪ કરોડથી વધુનો ખર્ચ વિવિધ પ્રકારના પ્રાણીઓના પાંજરા તથા શેડ બનાવવામાં આવેલ તેમજ મુલાકાતીઓની સુવિધા માટે બેટરી ઓપરેટેડ કાર પણ વસાવવામાં આવેલ છે.

રૂ.૪૮.૧૧ કરોડના ખર્ચેહાઇસ્કુલ તથા પ્રાથમિક શાળાઓના નવા બિલ્ડીંગ

વોર્ડ નં.૯માં મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય, વોર્ડ નં.૩માં શ્રી માં સંતોષી પ્રાથમિક શાળા નં.૯૮, વોર્ડ નં.૧૪માં શેઠ હાઈસ્કુલ માટે નવું બિલ્ડીંગ, વોર્ડ નં.૮માં નાનામવા ખાતે સ્કુલ તથા સ્ટોર બિલ્ડીંગ, વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારના નવી હાઈસ્કુલ, વોર્ડ નં.૧૩માં અંબાજી કડવા પ્લોટમાં શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ, વોર્ડ નં.૧૪માં જીલ્લા ગાર્ડન પાસે પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ, વોર્ડ નં.૦૭માં સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નં.૧૬ માટે નવું બિલ્ડીંગ, વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં નવું સ્કુલ બિલ્ડીંગ સહિતના નવા બિલ્ડીંગના કામો કુલ રૂ.૪૮.૧૧ કરોડના ખર્ચે કરી વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

રૂ.૧૬૬૬.૧૩ કરોડના ખર્ચે ૧૯૯૩૩ આવાસોનું નિર્માણ

છેલ્લા ૦૫ વર્ષ દરમ્યાન બી.એસ.યુ.પી.-૩ આવાસ યોજના, સફાઈ કામદાર આવાસ યોજના-૧, ૨, રાજીવ આવાસ યોજના, મુખ્યમંત્રી ગૃહ યોજના પેકેજ-૧ થી ૫, પ્રધાનમંત્રી આવાસ યોજના સ્માર્ટઘર-૧ થી ૩ અંતર્ગત કુલ રૂ.૭૩૬.૨૦ કરોડના ખર્ચે ૧૦૨૫૯ આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત રૂ.૭૬.૧૪ કરોડના ખર્ચે ૧૧૪૪ આવાસોની કામગીરી પૂર્ણ કરેલ છે જેનું ટુંક સમયમાં લોકાર્પણ થનાર છે. અને રૂ.૮૫૩.૭૯ કરોડના ખર્ચે ૮૫૩૦ આવાસો બનાવવાની કામગીરી હાલ ગતિમાં છે.

લાઈબ્રેરી

સને ૨૦૧૫-૧૬ દરમ્યાન વોર્ડ નં.૦૮માં મહિલા એકટીવીટી સેન્ટર ખાતે મહિલા વાંચનાલય શરૂ કરવામાં આવ્યું, સને ૨૦૧૭-૧૮ દરમ્યાન વોર્ડ નં.૦૨માં શ્રોફ રોડ ખાતે આવેલ લાઈબ્રેરીમાં અંધજનો માટે બ્રેઈલ કોર્નર શરૂ કરવામાં આવ્યો જેમાં ૩૭૦ હાર્ડ બાઉન્ડ બુક તથા ૪૦૦૦ ઓડિયો બુક વસાવવામાં આવેલ છે. તેમજ આ સમય દરમ્યાન વોર્ડ નં.૧૪માં જીલ્લા ગાર્ડન ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર લાઈબ્રેરી શરૂ કરવામાં આવી, તા.૩૦-૦૯-૨૦૧૮ના રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે મહાત્મા ગાંધીજીએ લખેલા તથા તેમના પર લખાયેલા અંદાજે ૩૦૦૦ જેટલા પુસ્તકોની લાઇબ્રેરી શરૂ કરવામાં આવી, વેસ્ટ ઝોન ખાતે શ્રી બાબુભાઈ વૈધ લાઈબ્રેરી રૂ.૫.૨૭ કરોડ, ઈસ્ટ ઝોન ખાતે નવી લાઇબ્રેરી રૂ.૫.૩૭ કરોડ, શ્રોફ રોડ ખાતે આવેલ લાઈબ્રેરીમાં બીજો માળ બનાવવાનું કામ રૂ.૦.૫૮ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ

શહેરને સંપૂર્ણપણે કચરાપેટી મુકત બનાવી આશરે ૩૪૦ ટીપ્પરવાન દ્વારા દરરોજ ઘેર ઘેરથી કચરો એકત્રિત કરવામાં આવે છે. આ કચરો કે.એસ. ડીઝલસ પાસે આવેલ ટ્રાન્સપોર્ટ સ્ટેશન તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટ સ્ટેશન ખાતે એકત્ર કરવામાં આવે છે. અને ત્યાંથી બંધબોડીના ૧૩ હુક લોડર દ્વારા નાકરાવાડી ડમ્પીંગ સ્ટેશન ખાતે ઠાલવવામાં આવે છે. આ સમગ્ર કામગીરી માટે ૦૫ વર્ષ દરમ્યાન રૂ.૧૩૮.૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.

આરોગ્ય સુવિધા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક ૧૮ આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. છેલ્લા ૦૫ વર્ષમાં ૦૨ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ છે. જેમાં દર્દીઓની પ્રાથમિક આરોગ્ય તપાસણી અને સારવાર, સામાન્ય લેબોરેટરી પરીક્ષણ, વિનામુલ્યે દવા વિતરણ, માતૃ કલ્યાણ અને બાળ કલ્યાણ પ્રવૃત્ત્િ। હેઠળ રસીકરણ અને દવા વિતરણ, સરકારશ્રીની ચિરંજીવી યોજના, બાલસખા યોજના, જનની સુરક્ષા યોજના તથા કસ્તુરબા પોષણ સહાય યોજનાનું અમલીકરણ કરાવવામાં આવે છે.

સ્માર્ટસિટી પ્રોજેકટ

કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સહયોગથી રાજકોટ ખાતે સ્માર્ટસિટી પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. તે અંતર્ગત રૈયા વિસ્તારમાં આશરે ૩૦૦ એકરમાં આ પ્રોજેકટના કામો ચાલુ છે જેમાં અટલ સરોવર યોજના, રાજકોટ આઈ વે પ્રોજેકટ, રૈયાધારના ૫૦ એમ.એલ.ડી. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૨૫૦ કિલોવોટ ગ્રીડ કનેકટેડ લેન્ડ માઉન્ટીંગ સોલાર પ્લાન્ટ, સ્માર્ટ એન્ડ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર અંતર્ગત ૨૪ કલાક પાણી વિતરણ, ૨૪ કલાક પાવર સપ્લાય, સ્ટોમ વોટર ડ્રેઈન, બી.આર.ટી.એસ. કોરીડોર, ગ્રીનફિલ્ડ એરિયા ખાતે ન્યુ રેસ્કોર્ષમાં સાયકલ ટ્રેક, સંપૂર્ણ સુવિધા યુકત મોડેલ ફાયર સ્ટેશન વિગેરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સ્પોર્ટ્સ સુવિધા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનું રેસકોર્ષ કદાચ દેશભરમાં એકમાત્ર એવું સંકુલ હશે કે જેમાં આઉટડોર અને ઇન્ડોર પ્રકારની તમામ રમતો માટેની સુવિધા એક જ સંકુલમાં મળી શકે. વર્ષો પહેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સંકુલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ, તમામ પ્રકારની ઇન્ડોર ગેમ માટેની સુવિધાયુકત ઇન્ડોર સ્ટેડીયમ, આંતરરાષ્ટ્રીય કક્ષનો સ્વીમીંગપુલ બનાવવામાં આવેલ. છેલ્લા ૦૫ વર્ષમાં ટેનીસકોર્ટ, સિન્થેટીક એથલેટિક ટ્રેક, ગ્રાસ ફૂટબોલ ગ્રાઉન્ડ, ગ્રાસ હોકી ગ્રાઉન્ડ, સ્કેટિંગ રિંક વિગેરે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૦૯માં મહિલાઓ માટે ખાસ પ્રકારનો સ્વીમીંગપુલ બનાવવામાં આવેલ છે. અને તેમાં અંદાજે રૂ.૨ કરોડથી વધુનો ખર્ચ થયેલ છે.

રાજકોટની ૧૨ ટી.પી. સ્કીમોને વિવિધ તબક્કે મંજૂરી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સનિષ્ઠ પ્રયાસોના કારણે છેલ્લા ૦૫ વર્ષમાં રાજકોટની એક ડ્રાફટ સ્કીમ, આઠ પ્રારંભિક સ્કીમ તથા ત્રણ આખરી ટી.પી. સ્કીમ મંજુર થયેલ છે. જેમાં ટી.પી. સ્કીમ નં.૩૨ રૈયા ડ્રાફટ મંજુર થયેલ છે, ટી.પી. સ્કીમ નં.૨૭ મવડી, ૮ મવડી તથા ૧૫ વાવડી આખરી મંજુર થયેલ છે અને ટી.પી. સ્કીમ નં.૯, ૧૩ તથા ૧૯ રાજકોટ, ૧૬ તથા ૨૨ રૈયા, ૨૦ નાનામવા, ૨૬ મવડી તથા ૧૨ કોઠારીયા પ્રારંભિક મંજુર થયેલ છે. આ ટી.પી. સ્કીમો સંપૂર્ણપણે અમલી થવાથી આ વિસ્તારના વિકાસના દ્વારો ખુલશે.

અંતમાં શ્રી કાનગડે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા મંત્રી મંડળના સહયોગીઓ, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી તથા મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર તેમજ તમામ કમીટીના ચેરમેનશ્રીઓ, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, તેમજ સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારી- કર્મચારીઓ, શહેરીજનો તથા ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સાથ સહકારથી શહેરનો ચૌમુખી, સમતોલ અને સર્વાંગી વિકાસ થયો છે. આ વિકાસ યાત્રામાં સાથ સહકાર આપનાર તમામનો આ તકે ફરી ખુબ ખુબ આભાર વ્યકત કરું છું.

ઓડીટોરીયમ – કોમ્યુનિટી હોલ

શહેરના વોર્ડ નં.૦૯માં રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી સામે અંદાજે રૂ.૨૮ કરોડના ખર્ચે આધુનિક તમામ સુવિધા યુકત શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમનું નિર્માણ કરવામાં આવેલ છે. તેમજ વોર્ડ નં.૧૦માં એસ.એન.કે. સ્કુલ પાછળ અંદાજે રૂ.૧૧.૩૭ કરોડના ખર્ચે સેન્ટ્રલી એરકંડીશન અદ્યતન કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે.

પેવિંગ બ્લોક

શહેરમાં મુખ્ય મુખ્ય માર્ગો તથા શેરીઓમાં ડામરકામ કરવામાં આવે છે પરંતુ જે શેરીઓ અતિ સાંકળી હોય ત્યાં લોકોની સુવિધા માટે પેવિંગ બ્લોક નાખવામાં આવે છે. આ ઉપરાંત મુખ્ય માર્ગોની સાઈડના પડખા પણ પેવિંગ બ્લોકથી મઢવામાં આવે છે. આ માટે છેલ્લા અઢી વર્ષમાં રૂ.૨૨.૫૨ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.

મહાત્મા ગાંધી મ્યુઝિયમ

રૂ.૨૬.૦૯ કરોડના ખર્ચે વિશ્વ કક્ષાનું અને રાષ્ટ્રીય ધરોહર સામાન મહાત્મા ગાંધી મ્યુઝિયમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને કવન વિષે નિદર્શન કરવામાં આવ્યું છે. તેમજ મહાત્મા ગાંધીના જીવન વૃતાંતને મૂર્તિમંત કરવામાં આવ્યું છે.

ઇલેકિટ્રક બસ સેવાની શરૂઆત

બી.આર.ટી.એસ. બસ સેવા અંતર્ગત નવા બસ શેલ્ટર અને સિટીબસના સ્ટોપની આધુનીકરણની કામગીરી રૂ.૫.૯૫ કરોડના ખર્ચે કરવામાં આવેલ છે. ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ માટે ઓટોમેટિક ફેર કલેકશન સિસ્ટમ અને વહીકાલ પ્લાનીંગ શિડ્યુલ એન્ડ ડીસ્પેચના ડીજીટલ સોફટવેર તૈયાર કરવાની કામગીરી મિશન સ્માર્ટસિટી પ્રોજેકટ સર્વોત્ત્।મ પ્રોજેકટ હેઠળ હાથ ધરવામાં આવેલ છે. આ માટે રૂ.૭.૨૭ કરોડનો ખર્ચ થયેલ છે. શહેરના ૮૦ ફૂટના રોડ પર અમુલ સર્કલ નજીક આવેલ આજી ડેપો ખાતે નવા ઈલેકટ્રીક બસ ડેપોના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અંદાજે રૂ.૫.૫૫ કરોડના ખર્ચે પૂર્ણ થશે.

હોકર્સ ઝોન

રાજકોટ શહેરના ફેરિયાઓ માટે શહેરમાં જુદા જુદા સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકાએ અંદાજે ૯૯ હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે જેમાં અંદાજે ૪૫૦૦ થી વધુ ફેરિયાઓનો સમાવેશ થાય છે. આ હોકર્સ ઝોન બનાવવા માટે અંદાજે રૂ.૧ કરોડથી વધુ ખર્ચ થયેલ છે.

૨૦૧૫ થી ૨૦૨૦ના વિકાસકામોના ખર્ચની વિગત

ક્રમ

કામની વિગત

પાંચ વર્ષના ખર્ચની વિગત 

છેલ્લા અઢી વર્ષના ખર્ચની વિગત

રસ્તાકામ

૨૮૨૦૫૫૨૮૪૧

૧૪૨૦૫૮૩૪૬૧

વોટર વર્કસ

૩૫૭૪૨૦૩૯૩૪

૨૦૫૨૩૪૩૬૬૬

પેવિંગ બ્લોક

૩૫૬૯૪૪૯૪૭

૨૫૪૩૦૩૪૯૬

રોડ ડીવાઈડર

૪૦૨૮૩૧૭૫

૧૨૩૮૫૦૧૧

સોલીડ વેસ્ટ

૧૪૦૭૩૯૪૩૨૫

૭૪૮૩૮૧૮૩૪

ડ્રેનેજ

૩૯૪૫૪૯૪૫૪૬

૨૫૩૪૬૯૨૭૬૮

વાહન ખરીદી

૫૫૭૬૮૬૩૭૬

૨૧૧૪૬૯૧૨૦

હોકી/બાસ્કેટબોલ મેદાન

૩૭૯૭૨૧૦૬

 

સ્વીમીંગપુલ

૨૪૪૬૭૪૬૦

૯૩૬૬૦૦

૧૦

રેસકોર્ષ બ્યુટીફીકેશન

૭૮૧૪૧૨૭૦

 

૧૧

લાઈટીંગ કામ

૧૦૭૪૧૯૨૭૪

૪૩૮૨૬૬૨૧

૧૨

બ્રીજ સ્લેબ કલવર્ટ તથા સી.સી. કામ

૨૧૮૨૪૪૩૬૫૬

૧૧૭૭૨૧૭૧૧૯

૧૩

આંગણવાડી

૩૫૭૯૬૭૦૮

 

૧૪

લાઈબ્રેરી

૧૩૭૧૩૩૦૧૦

૭૮૯૧૬૪૧૦

૧૫

પૃધ્યમાન પાર્ક ઝુ

૫૬૪૭૫૧૩૩

૨૪૯૧૭૯૯૭

૧૬

રીટેઈનીંગ વોલ/કમ્પાઉન્ડ વોલ

૨૨૨૩૯૨૧૫૯

૧૫૧૧૮૨૧૪૦

૧૭

કોમ્યુનિટી હોલ

૨૮૧૩૦૨૫૫૮

૧૪૬૦૯૪૨૬૦

૧૮

શાળા મકાન

૪૨૫૯૨૫૪૧૫

૩૧૮૫૮૧૫૨૦

૧૯

સુરક્ષા વિભાગ

૧૮૨૭૭૭૦૧૧

૧૧૮૯૧૩૪૨૨

૨૦

કાર્યક્રમો

૧૦૭૯૬૬૪૭૭

૪૦૩૯૪૫૨૫

૨૧

ફૂટપાથ

૧૪૭૯૧૨૯૨૩

૯૮૧૨૭૫૮૫

૨૨

બોક્ષ ગટર

૨૧૫૪૯૬૮૭

૧૮૮૯૬૦૯૮

૨૩

એનિમલ હોસ્ટેલ

૧૮૯૦૪૫૩૪

૩૪૬૩૮૬૫

૨૪

રેનબસેરા

૬૦૬૮૫૧૦૮

 

૨૫

પે એન્ડ યુઝ ટોઇલેટ

૩૩૬૦૪૭૬

 

૨૬

ટેનીસ કોર્ટ

૨૦૧૯૪૬૪૪

 

૨૭

કોમ્યુટર વિભાગ

૨૧૩૧૪૭૭૯

૧૪૪૧૩૩૫૧

૨૮

આવાસ યોજના

૧૦૭૨૬૨૯૨૪૬૩

૬૫૩૦૪૩૯૧૦૪

૨૯

પાઈપ ગટર

૩૦૭૭૩૦૯૮

૧૩૮૪૮૫૮૯

૩૦

સ્મશાન ગ્રાન્ટ

૧૪૪૦૦૦૦૦

૭૨૦૦૦૦૦

૩૧

તબીબી સહાય

૨૪૪૩૧૭૫૭

૧૫૨૩૧૩૭૮

૩૨

સ્ટોર ખરીદી

૨૦૪૯૪૭૧૩

૬૬૫૦૨૯૮

૩૩

જાહેરાત

૮૦૯૫૬૨૩

૧૫૬૪૭૨૧

૩૪

આરોગ્ય કામગીરી

૨૦૦૫૮૧૭૦

૧૬૬૨૪૭૦૦

૩૫

મશીનરી ખરીદી

૧૮૫૨૫૭૧૪

૩૮૫૬૩૯૧

૩૬

ટ્રી-ગાર્ડ

૧૯૧૪૨૬૯૦

૪૬૭૪૪૫૦

૩૭

ગ્રીન વે ડેવલપમેન્ટ

૮૨૨૫૮૫૦

 

૩૮

હોકર્સ ઝોન

૪૧૨૨૦૧૩૮

૩૮૬૩૫૨૯૦

૩૯

બિલ્ડીંગ કામ

૩૬૯૦૯૯૮૫

૨૪૬૯૫૦૫૯

૪૦

SJMMSVY ગ્રાન્ટ કામો

૭૧૯૫૦૪૧૦૦૦

૫૧૫૨૭૬૧૦૦૦

૪૧

સોશિયોઇકો સર્વે

૫૨૮૩૮૦૦

 

૪૨

થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન

૧૨૦૦૦૦

 

૪૩

સોલાર પ્લાન્ટ

૧૬૪૦૦૦૦૦

 

૪૪

ટી.પી. સ્કીમ વર્ક

૧૦૦૦૦૦૦

 

૪૫

આંબેડકર સ્મારક

૧૭૭૮૦૪૧

 

૪૬

રાંદરડા ડેવલપમેન્ટ

૨૨૪૮૯૯૮

 

૪૭

મહાત્મા ગાંધી મ્યુઝિયમ

૩૩૪૧૦૩૪૭૩

૧૦૮૬૦૩૪૭૩

૪૮

રોડ માર્કિંગ

૨૨૬૦૭૧૦

 

૪૯

આજી રિવરફ્રન્ટ

૧૮૪૧૨૯૪

 

૫૦

રેઈન વોટર હાવર્િેસ્ટંગ

૧૮૮૪૦૦૦

 

૫૧

સ્કલ્પચર વર્કશોપ

૫૦૦૦૦૦૦

 

૫૨

સી.સી.ટી.વી. કેમેરા

૬૯૦૦૦૦૦

 

૫૩

થીમ પાર્ક

૮૦૮૯૧૦૦

 

૫૪

મેન પાવર

૧૮૮૭૩૭૧૬૨

૧૮૧૦૨૭૧૬૨

૫૫

જીમનેશિયમ

૧૨૨૦૫૦૪૧

 

૫૬

ગાર્ડન

૨૦૫૫૫૮૮૧૨

૧૮૦૫૮૩૧૦૭

૫૭

બસ સ્ટોપ

૧૯૯૧૧૭૭૯

૧૯૯૧૧૭૭૯

૫૮

સ્ટોમ વોટર ડ્રેઈન

૧૭૧૬૬૬૯૯૦

૧૭૧૬૬૬૯૯૦

૫૯

બોક્ષ કલવર્ટ

૮૨૭૬૦૪૩

૮૨૭૬૦૪૩

૬૦

વાહન ભાડું

૧૧૧૪૫૩૬૦

૧૧૧૪૫૩૬૦

૬૧

શ્વાન વ્યંધીકરણ

૧૪૨૦૦૦૦૦

૧૪૨૦૦૦૦૦

૬૨

ડોરમેટરી ગ્રાન્ટ

૭૫૦૦૦૦

૭૫૦૦૦૦

૬૩

ક્રિકેટ ગ્રાઉન્ડ સુધારણા

૫૦૩૩૦૫૫

૫૦૩૩૦૫૫

૬૪

યુ.ડી.પી. ૭૮ વિકાસકામો

૬૧૪૯૦૦૦૦૦

૬૧૪૯૦૦૦૦૦

૬૫

કન્સલ્ટન્સી

૩૧૭૪૦૦૦૦

૩૧૭૪૦૦૦૦

૬૬

પ્લેનેટોરિયમ

૫૦૦૦૦૦

૫૦૦૦૦૦

૬૭

ફાયર બ્રિગેડ મશીનરી

૮૯૮૪૮૦૦

૮૯૮૪૮૦૦

૬૮

કેટલ શેડ

૬૧૯૨૮૯૩

૬૧૯૨૮૯૩

૬૯

ટોઇલેટ બ્લોક

૧૮૭૫૬૭૯

૧૮૭૫૬૭૯

૭૦

લેવલ ક્રોસિંગ પહોળા કરવા

૪૫૧૫૧૬૧

૪૫૧૫૧૬૧

૭૧

ડોગ શેલ્ટર આધુનીકરણ

૫૦૮૪૬૨૫

૫૦૮૪૬૨૫

૭૨

અર્બન ફોરેસ્ટ

૬૫૪૯૬૯૪૮

૬૫૪૯૬૯૪૮

૭૩

ટ્રાફિક ટ્રાન્સપોર્ટ શાખા

૧૩૩૮૩૬૧૯

૧૩૩૮૩૬૧૯

૭૪

સ્વર્ણિમ કામો

૨૦૬૧૩૧૪૦૦૦

૨૦૬૧૩૧૪૦૦૦

૭૫

કોમ્યુનિટી હોલ સંચાલન ગ્રાન્ટ

૧૫૩૦૦૦૦

૧૫૩૦૦૦૦

૭૬

કોમ્યુનિટી હોલ સાયન્સ સેન્ટર ગ્રાન્ટ

૫૦૦૦૦૦

૫૦૦૦૦૦

૭૭

થડા ભાડા પરત

૧૧૧૭૨૦૦

૧૧૧૭૨૦૦

                                     કુલ ખર્ચ

૩૮,૮૮,૧૮,૩૪,૩૧૬

૨૪,૮૦,૪૫,૫૩,૭૪૩

 

૨૦૧૫ થી ૨૦૨૦માં મનપાની થયેલ આવકની વિગત

ક્રમ

કામની વિગત

પાંચ વર્ષની આવકની વિગત

છેલ્લા અઢી વર્ષની  આવકની વિગત

જમીન વેચાણ

૫૩૩૦૯૫૬૫૦

૯૯૯૦૪૦૦૦

ઈમલો વેચાણ

૨૦૦૭૦૦૦

૨૦૦૭૦૦૦

દુકાન તથા થડા વેચાણ

૩૯૫૯૧૯૧૬૦

૩૬૪૮૭૦૦૦૦

હોર્ડિંગ બોર્ડ આવક

૩૬૫૨૪૧૦૯

૧૩૧૦૦૯૨૦

પે એન્ડ પાર્કિંગ

૩૪૬૨૬૪૬

૨૪૧૧૧૬૧

સ્ક્રેપ વેચાણ

૧૫૦૨૨૩૧૬

૩૪૯૯૪૪૯

કીઓસ્ક ભાડું

૯૦૯૨૯૪૨

૧૭૫૧૨૭૨

જમીન ભાડું

૬૦૦૦૦૦

 

સિન્થેટીક કોર્ટ ભાડું

૪૦૯૩૫૦૦

૧૦૯૩૫૦૦

૧૦

ટ્રાફિક સર્કલ ડેવલપમેન્ટ

૫૯૧૯૫૮

૫૯૧૯૫૮

૧૧

લીઝ ભાડું

૨૨૦૫૦૦૦

 

૧૨

ગ્રાઉન્ડ ભાડું

૬૦૦૦૦

 

૧૩

બસ સ્ટોપ જાહેરાત

૪૩૭૫૪૭

 

૧૪

રોડ ડીવાઈડર ડેવલપમેન્ટ

૪૧૧૧૨૩

 

૧૫

માછલીઘર સંચાલન

૨૯૧૩૦૦

૧૪૧૩૦૦

૧૬

નીમ પાર્લર

૧૮૫૦૦૦

 

૧૭

ગેન્ટ્રી બોર્ડ

૪૩૦૯૭૪૧

૪૩૦૯૭૪૧

૧૮

સોલીડ વેસ્ટ

૧૫૦૦૦૦૦૦

૧૫૦૦૦૦૦૦

૧૯

ક્રિકેટ પીચ / સ્કેટિંગ રિંક ભાડું

૩૭૫૫૨૦

૩૭૫૫૨૦

૨૦

ફૂડ કોર્ટ

૧૬૫૦૦૦

૧૬૫૦૦૦

૨૧

વાહન સ્ક્રેપ વેચાણ

૭૭૫૧૫૩૮

૭૭૫૧૫૩૮

૨૨

મહાત્મા ગાંધી મ્યુઝિયમ ATM 

૨૯૦૦૦૦

૨૯૦૦૦૦

 

તથા વેન્ડિંગ મશીન રોયલ્ટી

 

 

કુલ આવક

 

૧,૦૩,૧૮,૯૧,૦૫૦

૫૧,૭૨,૬૨,૩૫૯

(1:34 pm IST)