રિક્ષાની સીટી નીચે દારૂની બાટલીઓ છુપાવી નીકળેલો રાજૂ ખાચર પકડાયો
આજીડેમ પોલીસે રામ પાર્કના શખ્સને સર્વિસ રોડ પરથી પકડ્યો
રાજકોટ તા. ૧૯: દારૂની હેરાફેરી માટે નીતનવા નુસ્ખા અજમાવવામાં આવે છે. આજીડેમ ચોકડી પાસે રામ પાર્ક બ્લોક નં. ૬માં રહેતો રાજુ વિક્રમભાઇ ખાચર (ઉ.વ.૩૬) પોતાની સીએનજી રિક્ષામાં સીટ નીચે દારૂની બોટલો છુપાવી હેરાફેરી કરતો હોવાની બાતમી કોન્સ. કુલદિપસિંહ જાડેજા અને ભીખુભાઇ મૈયડને મળતાં યાર્ડ નજીક સર્વિસ રોડ પરથી તેને પકડી લઇ તપાસ કરતાં સીટ નીચેથી રૂ. ૮૦૦૦નો ૨૦ બોટલ દારૂ મળતાં કબ્જે કરી ૬૦ હજારની રિક્ષા પણ જપ્ત કરી હતી.
ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના હેઠળ પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કોશેન્દ્રસિંહ ઝાલા, કધર્મેન્દ્રસ્સિંહ ઝાલા, ઉમેદભાઇ ગઢવી સહિતે આ કામગીરી કરી હતી. રાજુ દારૂ કયાંથી લાવ્યો? કોને આપવાનો હતો? તે અંગે પુછતાછ હાથ ધરવામાં આવી છે.