રાજકોટ
News of Friday, 19th October 2018

લક્ષ્મીવાડી વિસ્તારમાં રોગચાળાનો ફુંફાડો

દવા-છંટકાવ, ફોગીંગ સહિતની કાર્યવાહી કરવા વિસ્તારવાસીઓની રજૂઆત

રાજકોટ, તા. ૧૯ :. શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. જેના કારણે લોકોમાં રોગચાળાનો ભય ફેલાય રહ્યો છે.  આ વિસ્તારમાં દવા છંટકાવ, ફોંગીંગ સહિતની કાર્યવાહી કરવા કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં વિસ્તારવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે લક્ષ્મીવાડી વિસ્તારવાસીઓના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં ખુલ્લા વંડામાં કચરો-એંઠવાડ થવાના કારણે ગંદકીના ગંજ જવા મળી રહ્યા છે. લોકોમાં રોગચાળાનો ભય ફેલાય રહ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા અઠવાડીયામાં સ્વાઈન ફલુ, ડેંગ્યુ, ચીકનગુનીયા જેવા રોગોના કેસ નોંધાયા હતા. આ વિસ્તારમાં વધુ રોગચાળો ફેલાય નહી તે માટે તંત્ર દ્વારા દવા છંટકાવ, ફોંગીંગ સહિતની કાર્યવાહી કરવા લક્ષ્મીવાડી વિસ્તારવાસીઓ દ્વારા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને લેખીત પત્ર પાઠવી રજૂઆત કરી છે. ઉપરોકત તસ્વીરમાં વિસ્તારવાસીઓ નજરે પડે છે.

(4:08 pm IST)