રાજકોટ
News of Friday, 19th October 2018

૫૩ વર્ષથી માતાજીના ગુણગાન ગાતુ નવદુર્ગા ગરબી મંડળ

વિશ્વના સૌથી લાંબા તહેવારોમાંનો એક નવરાત્રીમાં માતાજીના નવ- નવ દિવસ માઈ ભકતો ગરબા ગાઈ- રમી આરાધના કરી છે. શહેરની કોટક સ્કુલ પાસે આવેલ કોલેજ વાડી-૧માં ૫૩ વર્ષથી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રીમાં માતાજીની ભકિત થઈ રહી છે. અહીંયા નાની- નાની બાળાઓ ટીપ્પણી રાસ, ડાંડીયા રાસ, મંજીરા રાસ, દિવા રાસ, તાલીરાસ જેવા રાસ રમે છે. બાળાઓ ટેપ ઉપર રાસ રમે છે અને ગાયકો પ્રગતીબેન જોષી અને મનસ્વીબેન જોષી અવનવા માતાજીના ગરબા ગાઈ છે. નવદુર્ગા ગરબી મંડળનું અનસુયાબેન જોષી, મનીષભાઈ જોષી, શ્વેતાબેન જોષી, દુષ્યંતભાઈ જોષી અને બીંદીબેન કોટક દ્વારા સંચાલન કરવામાં આવે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:49 pm IST)