રાજકોટ
News of Friday, 19th October 2018

કનૈયાનંદ રાસોત્સવમાં બાળ ખેલૈયાઓએ છેલ્લી પળ સુધી મચાવી ધૂમ

રાજકોટઃ સરગમ ચિલ્ડ્રન કલબ આયોજિત કનૈયાનંદ રાસોત્સવમાં છેલ્લા નોરતે બાળ ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. ગઈકાલે શિવલાલભાઈ બારસિયા, રમેશભાઈ ઠક્કર, ચેતનભાઈ રામાણી, લાખાભાઈ સાગઠિયા સહિતના હસ્તે ૪૦ વિજેતા બાળકોને ઈનામ વિતરણ કરાયું હતું.ગુણવંતભાઈ ડેલાવાળાએ વધુમાં જણાવ્યું હતું કે, તા.૨૦ થી તા.૨૪ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં શહેરીજનોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે.મ્યુઝીકલ નાઈટ, સરગમી લોકડાયરો, સરગમી હસાયરો, સરગમી સંગીત સંધ્યા અને સરગમી હિન્દી હાસ્ય કવિ સંમેલનના કાર્યક્રમો યોજાશે.

કનૈયાનંદ રાસોત્સવમાં કુલ ૮૫૦ બાળકોને ઈનામો વિનોદભાઈ ઉદાણી, હરેશભાઇ લાખાણી, મૌલેશભાઈ પટેલ, શૈલેષભાઈ માંકડિયા, કીરીટભાઈ આદ્રોજા, સંદીપભાઈ પંડ્યા, સુધીરભાઈ પંડ્યા, જીતુભાઈ પી.પટેલ અને રેશ્માબેન સોલંકી તરફથી અપાયા હતા. નાગર બોર્ડિંગના પ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડાનો પણ સહયોગ મળ્યો હતો.આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે દર્શિનીબેન કથ્રેચા, દિવ્યાબેન ભટ્ટ, હેમલબેન ભટ્ટ, છાયાબેન દવે, મીનાબેન ઠાકર, અલ્કાબેન કામદાર, હીનાબેન દવે સહિતના સેવા આપી હતી. આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકિયા, ડો.હેમાંગભાઈ વસાવડા, કિરીટભાઈ આડેસરા, દિપકભાઈ શાહ, શૈલેષભાઈ શેઠ, નીતિનભાઈ ગોંડલિયા, વલ્લભભાઈ ગોંડલિયા, સુરેશભાઈ દેત્રોજા, અનવરભાઈ ઠેબા, રાખીલભાઈ વાછાણી ઉપરાંત જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જશુમતિબેન વસાણી, પ્રતિભાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, આશાબેન ભુછડા, પ્રતિમાબેન ગઢવી, બીનાબેન ઠક્કર, જયોતિબેન મલકાણ, જયોતિબેન પીઠડિયા તથા કમિટિ મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.(૩૦.૯)

(3:35 pm IST)