રાજકોટ
News of Friday, 19th October 2018

જૈનમ નવરાત્રી મહોત્સવ મેગા રાઉન્ડ સંપન્નઃ વિજેતાઓને લાખેણા ઈનામો

 રાજકોટઃ જૈનમ નવરાત્રી મહોત્સવમાં   નવમાં નોરતે  રાજકોટ કલેકટરશ્રી રાહુલ ગુપ્તા , રાજકોટ પોલીસ કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડકોન), શ્રી મનીષભાઈ મડેકા (રોલેકસ રીંગ્સ), શ્રી સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્ડસ્ટ્રીજ), એરપોર્ટ ડાયરેકટરશ્રી બી.કે. દાસ, શ્રી દર્શનભાઈ શાહ (ભારત ટુલ્સ સ્ટીલ સીન્ડીકીટ), શ્રી મુકેશભાઈ દોશી (મોડર્ન ગ્રુપ)  ડો.સમીર પ્રજાપતિ, શ્રી નિલેશભાઈ શેઠ (હોલી ડે), ડો.તુષાર શાહ, ડો.સ્વસ્તિકસિંહ સાંખલા, ડો.ધર્મેશ શાહ, ડો.રાજેશ સોલંકી, શ્રી સ્વાતીબેન ઝવેરી(એપેક્ષ એડ.), શ્રી નીલેશભાઈ ત્રિવેદી (મનીષ એડ.), શ્રી જયેશભાઈ સોના (એડેક્ષ), શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર (ચેરમેનશ્રી ૅં નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ), શ્રી કીરીટભાઈ પારેખ, શ્રી જીગરભાઈ શેઠ (મુંબઈ),   ઉપસ્થિત રહયા હતા.

 ગઈકાલે રાત્રે  મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, વિશાલ પંચાલ, પ્રિતી ભટ્ટ અને માલાબેન ભટ્ટ પણ એક થી એક ચડીયાતા હીન્દી - ગુજરાતી રાસ ગરબા રજુ કરી ખેલૈયાઓ ઉપરાંત જૈનમ્ ટીમને રમવા મજબુર કરી દીધા હતા. પ્રીન્સ-પ્રીન્સેસ, વેલ્ડ્રેસ પ્રીન્સ-પ્રીન્સેસ, કીડ્સમાં  પ્રીન્સ-પ્રીન્સેસ, વેલડ્રેસમાં  પ્રીન્સ-પ્રીન્સેસ, એમ મળીને કુલ ૨૦૮ ખેલૈયાઓને ૫ ગ્રામની ચાંદીની ગીની સરપ્રાઇઝ ગીફટ તરીકે આપવામાં આવેલ. હતી.  નવમા નોરતે યોજાયેલ મેગા રાઉન્ડ મેલ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ પ્રશીલ ઝાટકીયા, બીજા નંબરે યશ માવાણી, ત્રીજા નંબરે દીશીત ઝાટકીયા, ચોથા નંબરે વરૂણ પારેખ, પાંચમા નંબરે... છઠ્ઠા નંબરે જૈનમ્ દોશી, સાતમા નંબર, દર્શિત ઝાટકીયા, આઠમા નંબરે આગમ બાવીશી   જયારે મેલ કીડ્સ પ્રિન્સેસ  તરીકે પ્રથમ નંબરે ફ્રેયા શેઠ, બીજા નંબરે ઘ્વની શેઠ, ત્રીજા નંબરે હેત્વી શાહ, ચોથા નંબરે જીયા મહેતા પાંચમા નંબરે પ્રિયાંશી પારેખ, છઠ્ઠા નંબરે શ્રૃતિ કોઠારી, સાતમા નંબર મહેક કામદાર, આઠમા નંબરે યેશા શાહ તેમજ  મેલ પ્રિન્સ તરીકે પ્રથમ   દેવાંગ વસા, બીજા નંબરે કુશલ શાહ, ત્રિજા નંબરે કેવીન ઉદાણી, ચોથા નંબરે ધર્મેન વારીયા, પાંચમા નંબરે રાજ ઉદાણી સાતમા નંબર યશ ઉદાણી , આઠમા નંબરે મહેતા મોહીલ તથા ફીમેલ પ્રિન્સેસ તરીકે પ્રથમ   ધર્મી દોશી, બીજા નંબરે રીશીતા પુનાતર, ત્રિજા નંબરે દ્રષ્ટી વખારીયા, ચોથા નંબરે ભુમી ગાંધી, પાંચમા નંબરે રૂત્વી શાહ, છઠ્ઠા નંબર અમી કોઠારી, સાતમા નંબરે મહેતા સૃષ્ટી, આઠમા નંબરે વોરા અંકિતા  અને ૪૦ વર્ષથી વધુ ઉંમરમાં પ્રિન્સ માં ઉંચાટ નીખીલ, ઝાટકીયા હિમાંશુ અને પ્રિન્સેસમાં ઝાટકીયા જહાન્વી, શાહ હિલોનીને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. જજ તરીકે ઉષાબેન વાણી, જીજ્ઞેશ પાઠક, સમીત ત્રિવેદી, ભાવના બગડાઈએ સેવા આપેલ. જૈનમ્ ટીમ દ્વારા આ ચારેય જ્જને સ્મૃતિ ચિન્હ આપી સન્માનીત કરવામાં આવેલ હતા. (૪૦.૧૩)

(3:33 pm IST)