રાજકોટ
News of Friday, 19th October 2018

કચ્છની કોકીલકંઠી ગીતા રબારીએ રવેચી હોટલમાં ભાવતા ભોજનનો સ્વાદ માણ્યો

કચ્છની કોકીલકંઠી અને ''રોણા શેરમાં'' ગીતથી પ્રચલિત બનેલા ગાયક કલાકાર ગીતાબેન રબારી રાજકોટના મહેમાન બન્યા છે હોટલ સીઝન્સ ખાતે આદ્યશકિત નવરાત્રી મહોત્સવમાં દરરોજ તેઓ ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે ત્યારે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર બાલાજી હોલ નજીક આવેલ હોટલ રવેચીના માલિક રાજુભાઈ ઠુંગાએ ગીતાબેન રબારીને આપેલ જમવાનું આમંત્રણ તેઓએ સ્વીકારી લીધું હતું અને ગીતાબેન રબારીએ હોટલ રવેચીમાં ભાવતું ભોજન લીધું હતું અને રવેચી હોટલના સ્વાદિષ્ટ ભોજનના ભરપેટ વખાણ કર્યા હતા. આદ્યશકિત નવરાત્રી મહોત્સવના આયોજકો સંજયભાઈ ચેતરિયા, ગીરીશભાઈ ગોજીયા, વલ્લભભાઈ ડેર સહિતનાઓ પણ સાથે જોડાયા હતા

(3:31 pm IST)