રાજકોટ
News of Friday, 19th October 2018

સગર સમાજ દ્વારા ડીસેમ્બરમાં પરીચય મેળો

પૂર્વ તૈયારી અર્થે રાજકોટમાં મળી ગયેલ આગેવાનોની મીટીંગ : હરીદ્વારમાં મંદિર વાડી બનાવવા પણ નિરધાર

રાજકોટ તા. ૧૯ : સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આગામી  ડીસેમ્બર માસમાં પરીચય પસંદગી મેળાનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે તાજેતરમાં સગર જ્ઞાતિની વાડી, ભગીરથ સોસાયટી ખાતે મળી હતી. જેમાં ભગીરથ મંદિર તેમજ હરીદ્વારમાં સમાજની વાડી બનાવવા જમીન માંગણી સહીતના નિર્ણયો લેવાયા હતા.

સગર સમાજમાં શિક્ષણ તેમજ ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા પાંચ પ્રાંતોને એક તાંતણે બાંધવા નિરધાર કરાયો હતો. દરમિયાન આગામી ડીસેમ્બર ૨૦૧૮ ના રાજકોટમાં યુવક યુવતિ પરીચય પસંદગી મેળાનું આયોજન કરાયુ છે.

આ માટેના ફોર્મ તથા વધુ માહીતી માટે અમદાવાદમાં મગનભાઇ ગોરકાડ મો.૯૬૩૮૧ ૮૪૪૫૩, વડોદરામાં પરસોતમભાઇ નનેરા મો.૯૪૨૭૮ ૩૭૮૯૦, સુરત મનોજભાઇ પાથર મો.૯૮૨૫૦ ૯૭૮૯૮, જુનાગઢ હીરાભાઇ કળથીયા મો.૯૭૨૫૭ ૭૫૫૩૭, ભાવનગર અમૃતભાઇ સોલંકી મો.૯૩૨૮૭ ૯૦૯૯૧, પોરબંદર મનીષભાઇ કારેણા મો.૯૬૩૮૩ ૮૯૪૯૪, જામનગર નગીનભાઇ પીપરોતર મો.૯૪૨૭૨ ૭૭૬૪૭, ભાણવડ અશોકભાઇ ગોરફાડ મો.૮૧૨૮૩ ૨૦૮૦૦, ભરૂચ હમીરભાઇ કારેણા મો.૯૪૨૭૮ ૭૬૬૯૦, જામજોધપુર બાબુભાઇ પાથર મો.૯૪૨૮૫ ૬૯૨૦૨, ઇડર કનુભાઇ સગર મો.૮૫૧૧૪ ૪૭૬૯૭, વડાલી હીતેષભાઇ સગર મો.૯૯૯૮૨ ૯૬૮૦૨, ગોંડલ જગદીશભાઇ મુંગલપરા મો.૯૮૨૫૧ ૮૫૭૫૦, અમરેલી મગનભાઇ ગોહેલ મો.૯૯૯૮૩ ૧૬૯૮૬, સાવરકુંડલા દુલાભાઇ ગઢીયા મો.૯૪૨૭૨ ૪૪૨૨૫, મહુવા ભીખાભાઇ પાથર મો.૯૩૭૭૩ ૯૭૩૪૦, બીલખા વિજયભાઇ ગોપલકા મો.૯૭૨૩૦ ૯૫૪૦૪ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

આ અધિવેશનમાં રાજકોટથી પ્રતાપભાઇ બેલડીયા, આણંદભાઇ કરથીયા, રસીકભાઇ ગોપાલકા, કિશનભાઇ કારેણા, જુનાગઢથી મોહનભાઇ કથળીયા, હીરાભાઇ કળથીયા, અમરદડથી સુરેશભાઇ રાઠોડ, વશરામભાઇ પીપરોતર, અમદાવાદથી નાથાભાઇ કારણા, કાનજીભાઇ રાઠોડ, ભાવનગરથી અમૃતભાઇ સોલંકી, નંદલાલભાઇ પાથર, જામનગરથી રામશીભાઇ મારૂ, નગીનભાઇ પીપરોતર, મેરૂભાઇ સોલંકી, રાણાવાવથી નાનજીભાઇ કરથીયા, અમરેલીથી મગનભાઇ ગોહેલ, ભુપતભાઇ પાથર, દલપતભાઇ ચાવડા, ગોગનભાઇ ભાડ, સાવરકુંડલાથી હેમંતભાઇ ચુડાસમા, મહુવાથી ભીખાભાઇ પાથર, ગોંડલથી નાથુભાઇ બુટાણી, વડોદરાથી પરસોતમભાઇ નનેરા, મનુભાઇ બેલડીયા, ભાણવડથી પરબતભાઇ ગોરફાડ, પોરબંદરથી મનિષભાઇ કારેણા, દિપકભાઇ કારેણા વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર સંચાલન સંજયભાઇ કળથીયાએ કરેલ. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(3:31 pm IST)