રાજકોટ
News of Friday, 19th October 2018

ખેલૈયાઓની ધમાલ અને સિંગરોની કમાલ વચ્ચે આજે આજકાલ ગરબામાં મેગા ફાઈનલ

રાજકોટ : અહિંના વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આજકાલ દ્વારા આયોજિત ગરબા-૨૦૧૮માં આજે ખેલૈયાઓની ધમાલ અને સિંગરોની કમાલ વચ્ચે મેગા ફાઇનલ રમાશે. આજે આજકાલ કિંગ અને આજકાલ કવિન ઉપરાંત જુદા જુદા ગ્રુપમાં વિજેતા થનારા પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઇનામો આપવામાં આવશે. આ મેગા ફાઇનલ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. ગઈકાલે એક ગ્રુપે સાઉથ ઈન્ડિયન ડ્રેસ પહેરી ગરબા રમ્યા હતા.

આ ગરબા નિહાળવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને શ્રીમતિ સંધ્યા પાની, જી.ટી.પંડયા (મેનેજિંગ ડિરેકટર ગુજરાત મેડિકલ સવિર્સીઝ કોર્પોરેશન હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફર ડિપાર્ટમેન્ટ-ગાંધીનગર), પ્રાંત અધિકારી રાજકોટ-૧ એ.ટી.પટેલ, ઇપીપી કમ્પોઝીટર્સના સિદ્ઘાર્થભાઈ શાહ, જયરાજભાઈ શાહ અને પરિવાર, ડો.પ્રફુલભાઈ કામાણી, પુજારા ટેલિકોમ પ્રા.લિ.ના રાહીલભાઈ પુજારા, હાઈ બોન્ડ ગ્રુપના રાજનભાઈ વડાલીયા, રામ ફાયર વર્કસના અજીતભાઈ રામાણી, મારવાડી ગ્રુપના સંદીપભાઈ મારવાડી, શિલ્પા જવેલર્સના હિરેનભાઈ પારેખ, સી-લેન્ડ ડિઝલસના આશિષ એલેકસ, અમીષ ચંદારાણા, સૌમિલભાઈ પારેખ, ડાયમંડ સીંગના આમીરભાઈ, કેપ્ટન ગ્રુપના રાજેશભાઈ અને તેમની સાથે  જયસુખભાઈ દ્યોડાસરા અને પરિવાર, મયુરભાઈ રાદડિયા, આશિષભાઇ ભાનુશાળી પરાગભાઇ કોઠારી, બિલ્ડર દર્શનભાઈ લાખાણી, બિલ્ડર અશોકભાઈ ગજેરા, ઈમ્પલ્સ સ્ટીલના સંદીપભાઈ મહેતા, ડેકોરા ગ્રુપના નીખિલભાઈ, ડો. સંકલ્પ વણઝારા, રાકેશભાઈ નાથવાણી અને બોસ્કી નથવાણી આઈ.બી.ગ્રુપના વિપણુભાઈ પટેલ, રાધિકા જવેલર્સ પરિવાર, પ્રફુલભાઈ ગંગદેવ, રાજુભાઈ પોબાર અને છબીલભાઈ પોબારુ તથા તેમનો પરિવાર, યુસુફભાઇ માંકડા (જોહરકાર્ડસ), બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, બિલ્ડર અજય બગડાઈ, જિલ્લા ભાજપ અગ્રણી નાગદાનભાઈ ચાવડા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જિલ્લા ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી, કોર્પોરેટર અનિલ રાઠોડ, કોર્પોરેટર મુકેશ રાદડિયા, મ્યુનિ.વિજિલન્સ ડીવાયએસપી આર.બી.ઝાલા, ડીવાયએસપી ગોહિલ, મ્યુનિ. પાર્ક ડાયરેકટર ડો.કે.ડી.હાપલીયા, જીએસઆરટીસી સુરક્ષા અધિકારી પ્રહલાદસિંહ જાડેજા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, એન.એમ.ડી.કોમેટીકસના યોગેશભાઈ પારેખ, ધ્રુવીલ ધનશ્યામભાઇ પટેલ, પૃથ્વીરાજસિંહ, નિયત ભારદ્વાજ વગેરે આવ્યા હતા.(૩૭.૧૩)

(3:28 pm IST)