રાજકોટ
News of Friday, 19th October 2018

રિક્ષામાં બીયરના ૨૫૫ ટીન ભરીને નીકળેલો ગંજીવાડાનો અનિલ પકડાયો

તાલુકાના પીએસઆઇ જી.એસ. ગઢવી અને ટીમે સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૯: ગોંડલ રોડ રસુલપરાથી કાંગસીયાળી જવાના રોડ પરથી તાલુકા પોલીસે ગંજીવાડા મેરામબાપાની વાડી પાસે રહેતાં અનિલ સોમાભાઇ મેણીયા (કોળી) (ઉ.૧૮)ને રૂ. ૨૫૫૦૦ના ૨૫૫ નંગ બીયર તથા ૧૫ હજારની રિક્ષા સાથે ઝડપી લીધો છે.

તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં ડી. સ્ટાફ પીએસઆઇ જી. એસ. ગઢવી, કોન્સ. રાહુલ ગોહેલ, રજાકભાઇ દલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી અનિલને બીયરના જથ્થા સાથે ઝડપી લેવાયો હતો.

જ્યારે કોઠારીયા રોડ સુભાષનગર-૧ના રમેશ રવજીભાઇ પોકળ (પટેલ) (ઉ.૫૦)ને દિનદયાલ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી દારૂની એક બોટલ સાથે આજીડેમ પોલીસે પકડ્યો હતો. જ્યારે ગોકુલ પાર્કના ગેઇટ સામેથી આજીડેમ ચોકડી રામ પાર્ક-૨ના કરણ રમેશભાઇ ખોડા (ઉ.૨૭)ને રૂ. ૭૦૦ના બે બોટલ સાથે પીએસઆઇ એમ. પી. સોનારાએ દબોચ્યો હતો. (૧૪.૮)

(11:47 am IST)